રણબીરના રામના લુકની ટીકા કરવી મોંઘી પડી: ફેન્સે મહિલાની મોર્ફ- અશ્લીલ તસ્વીર શેર કરી

India, Entertainment | 01 May, 2024 | 05:16 PM
મહિલાએ એકટરના ફેન્સ સામે સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવી
સાંજ સમાચાર

મુંબઈ,તા.1
નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’માં રણબીરકપુર રામનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મના શુટીંગ દરમિયાન રણબીરકપુરના ફિલ્મમાં લુકને લઈને સોશ્યલ મીડીયાપર એક મહિલાએ ટિકા કરતા આ મહિલાના પર રણબીરકપુરના ફેન્સ તૂટી પડયા હતા.

એટલું જ નહીં આ મહિલાએ એવો સનસનીખેજ આરોપ લગાવતા સોશ્યલ મીડીયા પર રણબીર કપુરના ફેન્સ આ મહિલા પર તૂટી પડયા હતા, એટલું જ નહીં આ મહિલાનો મોર્ફ કરીને અશ્લીલ તસ્વીરો શેર કરી હતી.

આ મામલે મહિલાએ સાઈબર ક્રાઈમને ફરિયાદ કરી હતી. આ અંગેની વિગત મુજબ તાજેતરમાં ‘રામાયણ’ના સેટ પરથી રણબીરકપુરનો રામના પાત્રનો લુક સોશ્યલ મીડીયામાં લીક થયો હતો.

રણબીરકપુરના આ લુકની ટિકા કરવી આ મહિલાને ભારે પડી હતી. મહિલાની ટિકાથી નારાજ થયેલ રણબીરકપુરના ફેન્સે આ મહિલાની મોર્ફ કરેલી અશ્ર્લીલ તસ્વીરો સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેતા આ મહિલાએ માનસિક ત્રાસ અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાએ જણાવ્યું હતું કે હજુ સુધી મને ફરિયાદોનો રિસ્પોન્સ નથી મળ્યો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj