પ્રાગ (ચેક) તા.7
ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાના કેસમાં આરોપી નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણ મામલે ચેક રિપબ્લિકે અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે. નિખિલના અમેરિકાને પ્રત્યાર્પણ પર રોક લગાવી છે. નિખિલ હાલ ચેક રિપબ્લિકની જેલમાં આરોપ છે કે નિખિલ ગુપ્તાએ પન્નુ હત્યા માટે એક કિલરને પૈસા આપ્યા હતા.
આ અંગેની વિગત મુજબ ચેક રિપબ્લિકની સર્વોચ્ચ અદાલતે ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુની કથિત હત્યાના કાવતરામાં વોન્ટેડ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાના અમેરિકાના પ્રત્યાર્પણને રોકી દીધું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ચેક ગણરાજયની નીચલી અદાલતે નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો છે કે નિખિલ ગુપ્તાએ એક કોન્ટ્રાકટ કિલરને પન્નુની હત્યા માટે પૈસા આપ્યા હતા. આ કેસની તપાસ માટે ભારતે પણ એક ઉચ્ચ સ્તરીય તપાસ ટીમની રચના કરી છે.
ચેક રિપબ્લિક ન્યાય મંત્રાલયના પ્રવકતા માર્કેટા એન્ડ્રોવાએ જણાવ્યું હતું કે આ વચગાળાના નિર્ણયનો મતલબ છે ન્યાયમંત્રી ત્યાં સુધી પ્રત્યાર્પણ કે ઈનકાર પર નિર્ણય ન લઈ શકે જયાં સુધી બંધારણીય ન્યાયાલય નિખિલ ગુપ્તા દ્વારા દાખલ ફરિયાદની યોગ્યતા પર કોઈ નિર્ણય નથી લેતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy