રાજકોટ, તા.14
ડી ડેવલપમેન્ટ એન્જિનીયર્સ લિમીટેડ તા.19 જૂનના રોજ ઇક્વિટી શેર્સની પ્રારંભિક જાહેર ઓફર સંબંધે પોતાની બીડ/ ઓફર ખોલશે. ઇક્વિટી શેર્સના કુલ કદમાં 3,250 મિલીયનના ફ્રેશ ઇશ્યુનો સમાવેશ થાય છે અને તે 45,82,000 ઇક્વિટી શેર્સનું વેચાણ ઓફર કરશે. આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારાના ભરણા માટે રૂ. 10.00 મિલીયન સુધીના અનામતનો સમાવેશ થાય છે.
એન્કર રોકાણકાર માટેની બીડીંગ તા. 18 જૂનને મંગળવારે રહેશે. ભરણા માટે બીડ/ઓફર બુધવાર તા.19 જૂનના રોજ ખુલશે અને શુક્રવાર તા.21 જૂનના રોજ બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 193 થી 203 નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં ઓછામાં ઓછા 73 શેર્સ માટેનું અને ત્યાર બાદ 73 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બીડ કરી શકાશે.
ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇસ્યુ મારફતે ઊભી થયેલી ચોખ્ખી રકમનો નીચેના હેતુઓ માટે ઉપયોગ કરવા ધારે છે (1) નાણાંકીય વર્ષ 2025 માં અમારી કંપનીની અંદાજિત રૂ. 750 મિલીયનની કાર્યશીલ મૂડીની જરૂરિયાત માટે; (2) નાણાંકીય વર્ષ 2025 સુધીમાં અંદાજિત રૂ. 1,750 મિલીયન, અમારી કંપની દ્વારા મેળવવામાં આવેલા ચોક્કસ બાકી ઋણની સંપૂર્ણ કે અંશત: આગોતરી કે પરત ચૂકવણી માટે; અને બાકી રકમ કંપનીના સામાન્ય હેતુઓ માટે (વિંય ‘ઇસ્યુના ઉદ્દેશો’).વેચાણની ઓફર 45,82,000 ઇક્વિટી શેર્સની (ઓફર કરાયેલ શેરસ)ની છે.
જેમાં ક્રિશ્નન લલિત બંસલ (સામૂહિક રીતે પ્રમોટર સેલીંગ શેરહોલ્ડર્સ)ના 45,82,000 ઇક્વિટી શેર્સનો અને સેલીગં શેરહોલ્ડર્સ દ્વારાના ઇક્વિટી શેર્સના વેચાણની આવી ઓફરનો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy