મુંબઈ તા.16
હાલ ડીપફેક વિડીયોના જમાનામાં કોઈ સ્ટાર કોઈ પોલિટિકલ પાર્ટીમાં પ્રચાર કરતો જોવા મળે તો એવુ ન માની લેતા કે ખરેખર એ સ્ટાર જ પબ્લીસીટી કરે છે, આવો એક કિસ્સો આમીરખાનનો બહાર આવ્યો છે.
હાલમાં એક ડીપફેક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં બોલીવુડના સુપર સ્ટાર આમીરખાન કોઈ પાર્ટીકયુલર પોલીટીકલ પાર્ટીનો ચુંટણી પ્રચાર કરતા જોવા મળે છે. આ મામલે આમીરખાનની ટીમે સ્પષ્ટતા કરવી પડી છે કે આમીરે 35 વર્ષની કારકિર્દીમાં કયારેય કોઈ પોલિટિકલ પાર્ટીનો પ્રચાર નથી કર્યો.
અગાઉ તેણે વર્ષો સુધી ચુંટણી પંચ માટે મતદાન જાગૃતિ માટે લોક જાગૃતિનો પ્રચાર કરેલો છે, પણ કોઈ પોલીટીકલ પાર્ટીનો પ્રચાર નથી કર્યો, ડીપફેક વિડીયો મામલે આમીરની ટીમે મુંબઈ પોલીસની સાઈબર ક્રાઈમ સેલમાં એફઆઈઆર દાખલ કરાવી છે.
બીજી બાજુ આમીરખાને બધા ભારતીયોને મતદાન કરવા માટે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ આમીરખાન તેની આગામી ફિલ્મો ‘સિતારે જમીં પર’ અને રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘લાહોર 1947’માં બીઝી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy