ડીપફેક ટેકનોલોજીએ વડાપ્રધાન મોદીને નચાવ્યા!

VIDEO : પીએમ મોદીનો ડાન્સ કરતો ડીપફેક વિડીયો ખુદ મોદીએ વાયરલ કર્યો!

India, Technology, Off-beat | 07 May, 2024 | 09:16 AM
મોદીએ લખ્યું- આપ બધાની જેમ મને પણ ડાન્સ કરતો જોઈ મજા આવી ગઈ : સીએમ મમતા બેનર્જીનો પણ ડાન્સ કરતો ડીપફેક વિડીયો વાયરલ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.7

ચુંટણીની મોસમમાં જનતાનું દિલ જીતવા માટે મોટા નેતાઓ અનેક વાર મંચ પર ઝુમતા જોવા મળે છે. કયારેક તે પારંપરિક નૃત્યનો ભાગ બને છે તો કયારેક જનતાના ઉત્સાહમાં ભાગીદાર બને છે.

હાલમાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જી એક રેલીમાં ઉમેદવારો સાથે નાચતી જોવા મળી હતી પરંતુ સોમવારે સોશ્યલ મીડિયા પર વડાપ્રધાન મોદીના ડાન્સ કરતા વિડીયોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

મોદીનો આ વિડીયો વાયરલ થયો તો ખુદ મોદીએ તેને ‘એકસ’ પર શેર કરીને લખ્યું- આપ સૌની જેમ મને પણ ખુદને ડાન્સ કરતો જોઈને મજા આવી ગઈ. ચુંટણીની મોસમમાં આવી રચનાત્મકતા ખરેખર આનંદદાયક છે. ખરેખર તો પીએમ મોદીનો આ ડીપફેક ડાન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને સોમવારે મોડી રાત સુધી 45 લાખથી વધુ લોકો આ વિડીયો જોઈ શકયા છે.

 

Like all of you, I also enjoyed seeing myself dance. 😀😀😀

Such creativity in peak poll season is truly a delight! #PollHumour https://t.co/QNxB6KUQ3R

— Narendra Modi (@narendramodi) May 6, 2024

પીએમનો આ ડીપફેક વિડીયો કૃષ્ણા નામના શખ્સે શેર કર્યો હતો. તેણે આ વિડીયો શેર કરીને લખ્યુ- આ વિડીયો એટલા માટે પોસ્ટ કરી રહ્યો છું, કારણ કે મને ખબર છે કે ‘તાનાશાહ’ મારી તેના માટે ધરપકડ નહી કરાવે. આ યુઝરના વિડીયો બાદ ખુદ મોદીએ પોતાનો ડાન્સ કરતો ડીપફેક વિડીયો વાયરલ કર્યો હતો.

 

મમતાનો પણ ડીપફેક વિડીયો વાયરલ: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ડાન્સ કરતા ડીપફેક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો શેર કરનાર યુઝરને બીજા યુઝરે સલાહ આપતા કહ્યું હતું કે, તેને શેર કરવાથી બંગાળ પોલીસ રોકી રહી છે. અનેક યુઝરે બાદમાં વિડીયો ડીલીટ કરી નાખ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj