દિલ્હીએ રાજસ્થાનને 20 રનથી હરાવ્યું: DCની પ્લેઓફની આશા જીવંત તો આરઆરને હજુ રાહ જોવી પડશે; જીતનો હીરો કુલદીપ યાદવ

India, Sports | 08 May, 2024 | 10:16 AM
સાંજ સમાચાર

દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 56મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું. આ સાથે દિલ્હીએ પાછલી મેચમાં મળેલી હારની બરાબરી કરી લીધી હતી. એટલું જ નહીં, દિલ્હીએ તેમની પ્લેઓફની આશા જીવંત રાખી છે અને રોયલ્સ માટે પ્લેઓફમાં પહોંચવાની રાહ પણ લંબાવી છે.

ડીસીના 12 પોઈન્ટ છે અને ટીમ 5માં સ્થાને છે. બીજી તરફ, RR 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. રાજસ્થાનની આ સતત બીજી હાર છે. RRને પ્લેઓફમાં પહોંચવા માટે હજુ વધુ એક જીતની જરૂર છે.

હોમ ગ્રાઉન્ડ પર ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 8 વિકેટે 201 રન જ બનાવી શક્યું હતું. કુલદીપ યાદવે 25 રનમાં 2 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર થયો હતો. રાજસ્થાનની ટીમ છેલ્લા 9 વર્ષથી દિલ્હીના મેદાન પર દિલ્હીને હરાવી શકી નથી. ટીમની છેલ્લી જીત 2015માં થઈ હતી. 

ખેલાડીઓનું પરફોર્મન્સ : 
ડીસી ઓપનર જેક ફ્રેઝર-મેગાર્ક (50 રન) અને અભિષેક પોરેલે (65 રન) અડધી સદી ફટકારી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 41 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાન તરફથી અશ્વિને 3 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટને એક-એક વિકેટ મળી હતી.

RR તરફથી સંજુ સેમસને 46 બોલમાં 86 રનની ઇનિંગ રમી હતી. રિયાન પરાગે 27 રન અને શિવમ દુબેએ 25 રન બનાવ્યા હતા. ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને રસિક સલામને એક-એક વિકેટ મળી હતી.

ચહલ 350 ટી-20 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો : 
આ સાથે તેણે T-20 ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરી. તે T-20માં 350 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બન્યો છે. તેના પછી પીયૂષ ચાવલાએ ટી-20માં 310 વિકેટ લીધી છે.

સેમસન IPLમાં સૌથી ઝડપી 200 સિક્સર ફટકારનાર ભારતીય બન્યો : 
આ માટે તેણે માત્ર 159 ઈનિંગ્સ લીધી અને તે સૌથી ઓછી ઈનિંગ્સમાં 200 સિક્સર મારનાર ભારતીય બન્યો. તેણે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો, જેણે 165 ઇનિંગ્સમાં 200 સિક્સર ફટકારી હતી

સેમસને સૌથી વધુ મેચોમાં રાજસ્થાનની કેપ્ટનશીપ કરી : 
આ સાથે તે સૌથી વધુ મેચોમાં રાજસ્થાનની કેપ્ટનશીપ કરનાર ખેલાડી બન્યો છે. તેણે શેન વોર્નને પાછળ છોડી દીધો, વોર્ને 55 મેચમાં રાજસ્થાનની કેપ્ટનશિપ કરી હતી. સેમસન અને વોર્ન રાજસ્થાનના સૌથી સફળ કેપ્ટન પણ છે, બંનેએ ટીમ માટે 30-30 મેચ જીતી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj