દિલ્હીએ IPL માં પ્રથમ વખત લખનૌને હરાવ્યું: ફ્રેઝર-મેગર્કે ડેબ્યૂ મેચમાં ફીફટી ફટકારી

India, Sports | 13 April, 2024 | 10:37 AM
પંતે 41 રનની ઇનિંગ રમી, IPL માં 3 હજાર રન પૂરા કર્યા : કુલદીપની 3 વિકેટ
સાંજ સમાચાર

લખનૌ,તા.13
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC) એ પ્રથમ વખત લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને હરાવ્યું છે. ટીમે વર્તમાન સિઝનની 26મી મેચમાં સુપરજાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. સતત બે પરાજય બાદ આ સિઝનમાં દિલ્હીની આ પ્રથમ જીત છે, જ્યારે લખનૌ સતત ત્રણ જીત બાદ હાર્યું છે. 

શુક્રવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં લખનૌએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 7 વિકેટે 167 રન બનાવ્યા. દિલ્હીએ 168 રનનો ટાર્ગેટ 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કુલદીપ યાદવ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે 20 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

ડેબ્યૂ મેચમાં જ ફ્રેઝર-મેગુર્કની અડધી સદી :
ડીસી સાથે ડેબ્યૂ કરી રહેલા જેક ફ્રેઝર-મેગુર્કે 35 બોલમાં 55 રનની અડધી સદી ફટકારી હતી. કેપ્ટન ઋષભ પંતે 41 રનનું યોગદાન આપ્યું હતું. રવિ બિશ્નોઈને બે વિકેટ મળી હતી.

LSGતરફથી આયુષ બદોનીએ 31 બોલમાં 55 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે અરશદ ખાન સાથે 8મી વિકેટ માટે 73 રનની ભાગીદારી પણ કરી હતી. કેપ્ટન કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવે 20 રનમાં 3 વિકેટ લીધી હતી. ખલીલ અહેમદને 2 વિકેટ મળી હતી. ઈશાંત શર્મા અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj