સંસદીય ચૂંટણીમાં મતદાન વધારવા તંત્રની સાથે કોર્પોરેટ જગત પણ મેદાને

ડેમોક્રેસી ડીસ્કાઉન્ટ! મતદારો માટે ફલાઈટથી માંડીને રેસ્ટોરાં સુધીમાં સ્કીમ

India, Politics, Lok Sabha Election 2024 | 26 April, 2024 | 11:27 AM
► એર ઈન્ડીયા એકસપ્રેસ દ્વારા પ્રથમ વખતનાં મતદારોને ફલાઈટમાં 19 ટકાનું ડીસ્કાઉન્ટ
સાંજ સમાચાર

► સલુન ચેઈને અમદાવાદ સહીતનાં શહેરોમાં ગ્રાહકો માટે 50 ટકા ડીસ્કાઉન્ટની ઓફર જારી કરી

► રેસ્ટોરામાં ભોજનથી માંડીને હોસ્પીટલોમાં મેડીકલ ટેસ્ટ સુધીનાં ક્ષેત્રોમાં ડીસ્કાઉન્ટ ઓફર: મતદાન માટે પ્રોત્સાહન આપવા પહેલ

નવી દિલ્હી,તા.26
ભારતમાં સંસદીય ચૂંટણીમાં મતદાન વધારવા માટે તંત્રની સાથે કોર્પોરેટ જગત પણ મેદાને આવ્યું છે. વિમાની ટીકીટથી માંડીને હોટેલ-રેસ્ટોરન્ટમાં ભોજન તથા હોસ્પીટલમાં મેડીકલ ટેસ્ટ સુધીની સેવાઓ-ખરીદીમાં ડીસ્કાઉન્ટ ઓફર થવા લાગ્યા છે. વ્યાપાર વધારવાની સાથોસાથ મતદાન માટે લોકોને પ્રોત્સાહીત કરવાનાં બેવડા ઉદેશ સાથે વિવિધ ક્ષેત્રોની કંપનીઓ દ્વારા આ પહેલ કરવામાં આવી છે.

નેશનલ રેસ્ટોરા એસોસીએશન ઓફ ઈન્ડીયાનાં ઉતરપ્રદેશ એકમના પ્રમૂખ વરૂણ  ખેરાએ કહ્યું કે, રાજયના મતદાન ધરાવતાં ભાગોમાં રજા છે અને પછી બે દિવસ વિક એન્ડ છે ત્યારે નોઈડાના અનેક રેસ્ટોરાઓ 20 ટકાનું ડેમોક્રેસી ડીસ્કાઊન્ટ ઓફર કર્યું છે.આ રેસ્ટોરન્ટમાં ભોજન માટે આવતા ગ્રાહક મતદાન કર્યાનું આંગળી પરનુ નિશાન બતાવે તો બીલમાં 20 ટકા ડીસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યુ છે. નોઈડામાં આજે મતદાન થઈ રહ્યું છે.

એર ઈન્ડીયા એકસપ્રેસ દ્વારા પ્રથમ વખતનાં મતદારો માટે 9 ટકા ડીસ્કાઉન્ટની સ્કીમ ઓફર કરવામાં આવી છે. 18 થી 22 વર્ષની વયના લોકસભાની ચૂંટણીનાં પ્રથમ વખતનાં મતદારો વતનની રીટર્ન ટીકીટ બુક કરાવે તો 19 ટકાનું ડીસ્કાઉન્ટ ઓફર કરાયું છે. ડોમેસ્ટીકની સાથોસાથ ઈન્ટરનેશનલ ફલાઈટ માટે પણ આ ઓફર કરવામાં આવી છે.

એરલાઈન્સ દ્વારા 19 એપ્રિલે થયેલા પ્રથમ તબકકાનાં મતદાન વખતથી આ ઓફર રજુ કરવામાં આવી હતી.જયારે હાલ દર 20 માંથી 1 બુકીંગ પ્રથમ વખતના મતદારના થઈ ગયા છે. ભારત ઉપરાંત પશ્ચિમ એશીયામાં મોટી હાજરી ધરાવતી એર લાઈન્સમાં શાહજહા અને દુબઈથી કેરળ, તામીલનાડુ અને કર્ણાટકનાં મોટા બુકીંગ છે.

આ ઉપરાંત ઈવી રાઈડ સેવા આપતી કંપની બ્લુસ્માર્ટે બેંગ્લોર તથા દિલ્હીમાં મતદાનના દિવસે ડીસ્કાઉન્ટ જાહેર કર્યું છે. દેશભરમાં સલુન ચેઈન ધરાવતી એનરીચનાં સીઈઓ સૂમંત અરોરાએ કહ્યું કે અમદાવાદ, બેંગ્લોર, મુંબઈ, ઈન્દોર તથા પુનામાં અન્ય ગ્રાહકોને એક સપ્તાહ માટે વધારાનું 50 ટકા ડીસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યું છે.

ઈન્ડોમેરીઓ એન્ટરટેઈનમેન્ટના અધિકારી દિવ્યા અગ્રવાલે કહ્યું કે તમામ આઉટલેટસ પર મતદાન કર્યાનું નિશાન બતાવનાર ગ્રાહકોને ભોજનના બીલ પર 20 ટકાનું ડીસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યુ છે. મતદાનના એક સપ્તાહ સુધી આ ઓફર રાખવામાં આવી છે.

એમ્યુઝમેન્ટ પાર્ક ચેઈન દ્વારા બેંગ્લોરમાં મતદાન કરનારા મતદારોમાં 15 ટકાનું ડીસ્કાઉન્ટ ઓફર કરાયુ છે. મતદાન કર્યાનું નિશાન બતાવનાર ગ્રાહકને એમ્યુઝમેન્ટ પાર્કની ટીકીટ પર 15 ટકા ડીસ્કાઉન્ટ અપાશે.

રેસ્ટોરા, એર લાઈન્સ સલુન, એમ્યુઝમેન્ટ પાર્ક ઉપરાંત હોસ્પીટલો-ફીટનેસ સેન્ટરો દ્વારા પણ વિવિધ ડેમોક્રેસી ડીસ્કાઉન્ટ ઓફર કરીને મતદાન માટે પ્રોત્સાહક પહેલ કરવામાં આવી રહી છે.

એમ્યુઝમેન્ટ પાર્ક ચેઈન વંડ્રેલા દ્વારા બેંગ્લોરમાં મતદાન કરનારા મતદારો માટે 15 ટકાનું ડીસ્કાઉન્ટ ઓફર કરાયું છે. મતદાન કર્યાનું નિશાન બતાવનાર ગ્રાહકને એમ્યુઝમેન્ટ પાર્કની ટીકીટ પર 15 ટકા ડીસ્કાઉન્ટ અપાશે.

રેસ્ટોરા, એરલાઈન્સ, સલુન, એમ્યુઝમેન્ટ પાર્ક ઉપરાંત હોસ્પીટલો-ફીટનેસ સેન્ટરો દ્વારા પણ વિવિધ ડેમોક્રેસી ડીસ્કાઊન્ટ ઓફર કરીને મતદાન માટે પ્રોત્સાહક પહેલ કરવામાં આવી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj