મુંબઇ :
રાજકુમાર રાવ તાજેતરમાં દિલજીત દોસાંજના કોન્સર્ટમાં ગયો હતો, જ્યાં તે થોડો બદલાયેલો દેખાતો હતો. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેને જોઈને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી ગાલને ઈમ્પ્લાન્ટ કરાવ્યું છે! જોકે, ચાહકો આ લુકથી બિલકુલ ખુશ નથી. તેઓ કહે છે કે રાજકુમારે તેનું આકર્ષણ ગુમાવ્યું છે. પરંતુ અત્યાર સુધી અભિનેતાએ આ અંગે કોઇ પ્રતિભાવ આપેલ નથી.
યુઝર્સ સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવની જૂની અને હાલની તસ્વીરોની સરખામણી કરી રહ્યા છે. કેટલાક લોકો તેની સરખામણી ’ફાઇટર’ વિલન રિષભ સાહની સાથે કરી રહ્યા છે, તો કેટલાક તેને અનુષ્કા શર્માનું ‘પુરૂષ’ વર્ઝન પણ કહી રહ્યા છે. યુઝર્સ એક્ટરને પૂછી રહ્યા છે કે આની શું જરૂર હતી! તમને જણાવી દઈએ કે હાલમાં અભિનેતા તેની ફિલ્મ ‘શ્રીકાંત’ અને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ માટે ચર્ચામાં છે. ‘શ્રીકાંત’ ફિલ્મ 31 મે 2024ના રોજ રીલિઝ થશે. જ્હાન્વી કપૂર તેની સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે. આ ફિલ્મ 31મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy