ભારતમાં લોકસભા ચૂંટણી બાદ સતત ત્રીજી ટર્મમાં વડાપ્રધાનપદે આરૂઢ થયા પછી નરેન્દ્ર મોદી સૌ પ્રથમ ઈટાલીનાં પ્રવાસે ગયા હતા.જી-7 બેઠકમાં હાજરી આપવા સાથે તેઓ અમેરીકા, ફ્રાંસ સહીતનાં જી-7 માં સામેલ દેશોનાં રાષ્ટ્રવડાઓને મળ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
ભારતીય વડાપ્રધાન આ મુલાકાત દરમ્યાન અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. ઈટાલીનાં વડાપ્રધાન જયોર્જિયા મેલોની સાથે નમસ્તે કર્યું હતું. જયારે અમેરીકા જેવા દેશોનાં નેતાઓને ઉમળકાભેર મળ્યા હતા.
તેઓ બ્રિટનના વડાપ્રધાન સુનક, કેનેડાના વડાપ્રધાન ટ્રુડો, ફ્રાંસના વડા મેક્રોન, જર્મન ચાન્સેલર, અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડેન સહિતના નેતાઓને મળ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy