દુબઈમાં અંધાધુંધ વરસાદનો 75 વર્ષનો રેકોર્ડ તૂટયો: ભારે તારાજી: ભારતથી 40 ફલાઈટ કેન્સલ

India, World | 18 April, 2024 | 10:00 AM
માર્ગો વોટરપાર્ક બન્યા; વરસાદી પાણીમાં ‘જેટ સ્કી’ ચલાવાઈ: મોલ-ઈમારતો-એરપોર્ટ સહિત સર્વત્ર નુકશાન
સાંજ સમાચાર

દુબઈ તા.18

યુએઈમાં સોમવારે મધરાતથી શરૂ થયેલ અને મંગળવાર સુધી ધોધમાર વરસેલા વરસાદે 75 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ વરસાદથી દુબઈના માર્ગો પર નદીયુ હિલોળા લેવા લાગી હતી. વાહનો તણાયા હતા અને બોટો ફરવા લાગી હતી. દુબઈમાં-યુએઈમાં 1949માં ડેટા કલેકશન શરૂ થયા બાદ સૌથી વધુ વરસાદ છે.

ભારતને અસર:
દુબઈમાં મંગળવારે સાંબેલા ધાર વરસાદને પગલે અંધાધુંધી સર્જાતા તેની અસર ભારત પર પણ પડી હતી. દિલ્હી-મુંબઈ સહિત અનેક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈ જનારી 40 ઉડાનો કેન્સલ થઈ હતી.

યાત્રીઓ માટે એર ઈન્ડિયાનો મેસેજ:
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, 16 અને 17 એપ્રિલે દુબઈથી પોતાની ઉડાનો રદ કરવી પડી હતી. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત યાત્રીઓને આગામી કેટલાક દિવસોમાં ઉડાનોમાં સામેલ કરવાની પુરી કોશિશ કરવામાં આવશે. 16-17મી માન્ય ટિકીટવાળા યાત્રીઓને એક વાર તારીખ બદલવાની છૂટ પણ આપી રહ્યા છીએ જેથી તે પોતાની ફલાઈટ રિશિડયુલ કરી શકે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj