રાંચીમાં ઈડીના દરોડામાં જેમને ત્યાં બેહિસાબ રોકડનો ભંડાર મળી આવ્યો તે...

મંત્રીના અંગત સચિવ સંજીવકુમાર લાલ અને તેના નોકર જહાંગીર આલમની ઈડીએ ધરપકડ કરી

India | 07 May, 2024 | 12:51 PM
રિમાન્ડની માંગ સાથે આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરાશે: દરોડા દરમિયાન વારંવાર બેભાન થઈ જતો હતો સંજીવકુમાર લાલ: મંત્રીના અંગત સચિવની પત્ની રિયલ એસ્ટેટ કંપનીની ડિરેકટર
સાંજ સમાચાર

રાંચી (ઝારખંડ) તા.7
ઝારખંડમાં લોકસભા ચૂંટણી પહેલા ઈડીએ ઝારખંડના મંત્રી આલમગીર આલમના અંગત સચીવ સંજીવકુમાર લાલ અને સંજીવકુમાર લાલના ઘેર દરોડા દરમિયાન 35 કરોડ જેટલી બેહિસાબ રોકડ જપ્ત કરી હતી. હવે આ મામલે ઈડીએ અંગત સચીવ સંજીવકુમાર લાલ અને નોકર જહાંગીર આલમની ધરપકડ કરી હતી. આજે બપોરે બન્ને આરોપીને ઈડી કોર્ટમાં રજુ કરશે જયાં રિમાન્ડની માંગણી કરશે.

ઈડીએ ગઈકાલે જુદા જુદા સ્થળે દરોડા પાડયા હતા જેમાં કુલ 35 કરોડ 23 લાખ જેટલી બેહિસાબ રોકડ જપ્ત કરી હતી. ઈડીએ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવકુમાર લાલ, તેના નોકર જહાંગીર આલમ ઉપરાંત બે એન્જીનીયર કુલદીપ મિંજ અને વિકાસકુમાર તેમજ કોન્ટ્રાકટર મુન્નાસિંહના ઘરે દરોડા પાડયા હતા.

જેમાં સૌથી વધુ 31.20 કરોડ અંગત સચીવ સંજીવકુમાર લાલ અને નોકર જહાંગીર આલમના હેરમુ રોડ સ્થિત ફલેટમાંથી મળ્યા છે. આ ઉપરાંત કોન્ટ્રાકટર મુન્નાસિંહને ત્યાંથી બે કરોડ 93 લાખ અને અન્ય એક સ્થળેથી 10 લાખ રૂપિયા જપ્ત થયા હતા.

વારંવાર બેભાન થતો રહ્યો સંજીવકુમાર લાલ: મંત્રીના અંગત સચિવના ઘેરથી કરોડો રૂપિયા ઝડપાયા બાદ સંજીવકુમાર લાલ વારંવાર બેભાન થતો હતો. ઈડીએ સંજીવકુમારના સરકારી આવાસમાં દરોડા પાડયા તો ત્યાં નોકર જહાંગીર મળ્યો હતો. તેણે પોતાના ફલેટની જાણકારી આપી હતી. ઈડીએ ત્યાંની ચાવી સાથે ફલેટ પર તેને લઈને ઈડી પહોંચી અને ફલેટ ખોલીને જોયું તો ત્યાં રોકડનો ભંડાર જોઈને આશ્ર્ચર્યચકીત થઈ ગઈ હતી.

સંજીવની પત્ની પણ છે રિયલ એસ્ટેટ કંપનીની ડિરેકટર: મુન્નાસિંહ પહેલા ગીતાંજલી રિયલ એસ્ટેટમાં હતો. હાલ તે તેજસ્વી રિયલ એસ્ટેટમાં જોડાયેલ છે. આ કંપનીની ડિરેકટર સંજીવ લાલની પત્ની છે. મુન્ના વિવાદાસ્પદ જમીન અને ફલેટના નકલી દસ્તાવેજો બનાવી ખરીદ-વેચાણમાં પણ માહિર છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj