બીટકોઇનમાં રોકાણના નામે અનેક રોકાણકારોને છેતર્યા હતા: રૂા.6600 કરોડનો કેસ

શિલ્પા શેટ્ટી તથા પતિ રાજ કુંદ્રાની રૂા.98 કરોડની સંપત્તિ જપ્ત કરતું ઇડી

India, Entertainment | 18 April, 2024 | 05:41 PM
મુંબઇમાં શિલ્પા શેટ્ટીના નામે રહેલો ફલેટ પણ એટેચ કર્યો: સટ્ટેબાજીથી લઇને પોર્નોગ્રાફીમાં કુંદ્રાની સંડોવણી બહાર આવી હતી
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.18
એક સમયે આઇપીએલની રાજસ્થાન રોયલ ટીમના સહ માલિક અને બાદમાં સટ્ટાબાજી અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના મુદે બદનામ થયેલા રાજ કુંદ્રા સામે મલીન લોન્ડ્રીન એક્ટમાં એન્ફોર્સમેન્ટ વિભાગે એક મોટી કાર્યવાહીમાં રૂા.98 કરોડની તેની સંપત્તિ જપ્ત કરી છે.

બોલીવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ તરીકે પણ તેઓ જાણીતા છે અને આઇપીએલ ટીમમાં તેઓને સટ્ટેબાજી બદલ રાજસ્થાન રોયલ ટીમની માલિકી છોડવાની ફરજ પડી હતી. બાદમાં તેઓ ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં પણ ઝડપાયા હતા અને જેલમાં રહેવું પડ્યું હતું.

હવે મનીલોન્ડ્રીંગ એક્ટમાં ઇડીએ રીપુ સુદન કુંદ્રા એટલે કે રાજ કુંદ્રા સામે 97.79 કરોડની વસુલાતની કામગીરીમાં તેમની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં મુંબઇના જુહુ સ્થિત આલિશાન ફ્લેટ જે શિલ્પા શેટ્ટીના નામે છે તે પણ જપ્ત કર્યો છે. જ્યારે પુના સ્થિત એક વિશાળ બંગલો પણ ઇડીએ એટેચ કર્યો છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં તેઓ હાલ જામીન પર છે. ઇડીએ તેમની સામે લાંબા સમય પહેલા જ કેસ દાખલ કર્યો હતો.

એન્ફોર્સમેન્ટ વિભાગે બીટકોઇન પોન્ઝી મામલે રૂા.6600 કરોડની તપાસમાં આ પગલું લીધું છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાના પુના સ્થિત બંગલા ઉપરાંત તેણે કરેલું શેર રોકાણ પણ જપ્ત કરાયું છે. બિટકોઇનના ઉપયોગના મુદ્દે તેણે રોકાણકારોને છેતર્યા હતા. જેમાં વન વેરીએબલ ટેક પીટીઇ લી. અને તેની સાથે જોડાયેલા આરોપી અમીત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ સહિત ભારદ્વાજ બંધુઓ પર કેસ કર્યા હતા. બીટકોઇનમાં રોકાણમાં દસ ટકાની લાલચ આપીને નાણાં મેળવ્યા હતા અને રોકાણ ઓનલાઇન વોલેટમાં જમા છે તેવું દર્શાવ્યું હતું પરંતુ વાસ્તવમાં કોઇ રોકાણ થયું ન હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj