EVM માં ગડબડી: કેરળમાં મોકડ્રીલમાં ભાજપને જ વધુ મત મળ્યા: તપાસ કરવા સુપ્રીમનો આદેશ

India, Politics, Lok Sabha Election 2024 | 18 April, 2024 | 03:30 PM
ચૂંટણીપંચને ઈવીએમની ફરિયાદોને ગંભીરતાથી લેવા મૌખિક સૂચના આપી: છતા વીવીપીએટીના મતો ગણવાની ‘ના’
સાંજ સમાચાર

નવી દિલ્હી: ચુંટણીમાં ઈવીએમના ઉપયોગ અંગે વિપક્ષ વારંવાર પ્રશ્નો ઉઠાવીને ફરી બેલેટ પેપર્સથી મતદાન કરાવવાની માંગણી કરી રહ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટે પણ હવે દેશમાં બેલેટ પેપરથી મતદાન કે દરેક પક્ષના વીવીપેટ સ્લીપની ગણતરી સહિતની માંગણી ફગાવી દીધા બાદ પણ ચૂંટણીપંચને ઈવીએમની ગડબડીની ફરિયાદો પ્રત્યે ગંભીરતાથી ધ્યાન આપવા આદેશ આપ્યો છે.

કેરળમાં મોક વોટીંગ સમયે ગડબડી બહાર આવી હતી જેમાં ઈવીએમ સાથે ચેડાની વાત બહાર આવી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ માહિતી આપવામાં આવી કે, મોકડ્રીલ સમયે સંતુલીત વોટીંગ છતાં ભાજપને જ મતો મળ્યા હતા. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે ચુંટણી પંચને આ પ્રકારની ફરિયાદોને ગંભીરતાથી લેવા આદેશ આપ્યો હતો.

કેરળના કસ્ટરગોડ ક્ષેત્રમાં ઈવીએમમાં આ ગડબડી બહાર આવી હતી અને ચાર ઈવીએમની મોકડ્રીલમાં ભાજપને ખરેખર અપાયા તેના કરતા વધુ મત મળ્યા હતા. આ અંગે જીલ્લા કલેકટરને પણ જાણ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે મૌખિક આદેશમાં આ ગડબડીની તપાસ કરવા જણાવ્યુ હતું. સુપ્રીમકોર્ટમાં મતદાતાએ જે મતો આપ્યા હોય તેની વીવીપીએટ સ્લીપ અને ઈવીએમના મતોની સરખામણી કરવા માંગ થઈ હતી પણ તે શકય નહી હોવાનું પણ સર્વોચ્ચ અદાલતે માન્યુ હતું અને ટોચના ધારાશાસ્ત્રીને આ પ્રકારની ફરિયાદોને ગંભીરતાથી લેવા સૂચના આપી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj