રાજકોટ તા.14
રૈયા ચોકડી પાસે ગત રાત્રીના બે મહિલાઓ વચ્ચે સરાજાહેર થયેલ મારામારી બાદ ધસી આવેલા શખ્સે છરીથી હુમલો કર્યાનો વીડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ગાંધીગ્રામ પોલીસ હરકતમાં આવી હતી અને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રૈયા ચોકડી પાસે રાત્રીના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ એકટીવા લઈને આવતી યુવતીને અન્ય એક યુવતી સાથે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી જે ઝઘડો ઉગ્ર બન્યા બાદ મારામારી સુધી પહોંચ્યો હતો દરમ્યાન એક શખ્સ ધસી આવ્યો હતો અને એક યુવતી પર છરીથી હુમલો કરતા યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાઓ અને યુવાન વચ્ચે થયેલ મારામારીનો વીડિયો વાયરલ થયા બાદ ગાંધીગ્રામ પોલીસે વિડીયોના આધારે મારામારી કરનાર શખ્સની ઓળખ મેળવી ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy