ઈલેકશન ઈફેકટ: ફિલ્મી કલાકારો, કોર્પોરેટ ઘરાનાના લોકો, વીઆઈપીઓને નથી મળતા હેલિકોપ્ટર

India, Entertainment, Politics | 15 April, 2024 | 03:47 PM
લોકસભા ચૂંટણીના પ્રચાર માટે નેતાઓએ બુક કરાવી લીધા છે મોટાભાગના હેલિકોપ્ટર
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.15
દેશમાં લોકસભા ચૂંટણી માટે નેતાઓ દ્વારા હેલિકોપ્ટરથી નેતાઓ દ્વારા ચુંટણી પ્રચાર થઈ રહ્યો છે, તેના કારણે હેલિકોપ્ટરની ડિમાન્ડમાં જોરદાર વધારો થયો છે. હાલત એ છે કે બોલીવુડ અને ટોલીવુડથી માંડીને કોર્પોરેટ ઘરાનાના લોકોને સરળતાથી હેલિકોપ્ટર નથી મળી રહ્યા, આ કારણે હેલિકોપ્ટર સાથે શુટીંગ કરવાના સીનને ચુંટણી પુરી થાય ત્યાં સુધી ટાળવામાં આવી રહ્યા છે.

દેશની હેલિકોપ્ટર ઈન્ડસ્ટ્રીમાં એક પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રીના એમડી વિશાલે જણાવ્યું હતું કે ડિમાન્ડ એટલી બધી છે કે અમે ઈચ્છીએ છતાં પણ તે પુરી નથી કરી શકતા. પુરા દેશમાં ખાનગી કંપનીઓના 70થી વધુ હેલિકોપ્ટર છે. બધા બુક થઈ ગયા છે.

પહેલા સિંગલ એન્જીન માટે 60થી70 હજારથી 1 લાખ રૂપિયા અને ડબલ એન્જીન માટે દોઢ લાખથી બે લાખ રૂપિયા ભાવ હતા. હવે તે ભાવ બે ગણો થઈ ગયો છે.
ખૂબ જ ઈમર્જન્સીમાં કોઈના કોઈ રીતે કોઈ નાના સ્લોટમાંથી હેલિકોપ્ટર કાઢીને આપવામાં આવે છે. પરંતુ બોલીવુડ, ટોલિવુડના શુટીંગ માટે હાલમાં હેલિકોપ્ટર નથી નીકળી શકતા.

તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ ડાયરેકટર-પ્રોડયુસર રોહિત શેટ્ટીને રાજસ્થાનમાં એક ફિલ્મના સીન માટે હેલિકોપ્ટરની જરૂર પડી હતી. તેમણે દેશભરમાં હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવનાર લગભગ 15 કંપનીઓ સાથે વાત કરી હતી પણ કયાંયથી પણ તેમને હેલિકોપ્ટર નહોતું મળ્યું, બાદમાં જેમ તેમ કરીને તેમની કંપનીએ કેટલીક વાર માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. જો કે હજુ તેમનું શુટીંગ પુરુ નથી થયું, જે હવે ચૂંટણી પછી જ પુરું થઈ શકશે. ઈન્ડસ્ટ્રીના એક અન્ય એકસપર્ટ રંજીતે જણાવ્યું હતું કે માત્ર બોલીવુડ કે ટોલીવુડને જ નહીં, બલ્કે કોર્પોરેટ ઘરાના અને અન્ય સીઈઓ અને વીઆઈપીઓને પણ હેલિકોપ્ટર નથી મળ્યું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj