એડીલેડ,તા.23
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ એ અમેરિકાના ટોચના ઉદ્યોગપતિ અને એકસ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મના બોસ એલન મસ્કને ઘમંડી અબજોપતિ તરીકે ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મે જવાબદાર બનવું જોઈએ અને હિંસા દર્શાવતી પોષ્ટ પ્લેટફોર્મ પર ન આવે તે જોવું જોઈએ.
સીડનીમાં એક પાદરી સાથે ચાકુબાજીની ઘટનાના વિડીયો એકસ પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. 16 વર્ષના એક છોકરાએ પાદરી પર ઈસ્લામની ટીકા કરવાનો આરોપ મુકયો હતો અને તેમને ચાકુના ઘા માર્યા હતા. બાદમાં આ વિડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થતા ઓસ્ટ્રેલિયન સરકારે આ વિડીયો અને તેના સંબંધીત પોષ્ટ તથા કોમેન્ટ દુર કરવા એકસને આદેશ આપ્યા હતા.
પરંતુ પ્લેટફોર્મે તેમ ન કરતા ફકત ઓસ્ટ્રેલિયાના યુઝર્સ માટે જ અટકાવ્યા હતા અને એવો દાવો કર્યો કે દુનિયાના યુઝર્સ ને શું જોવું કે શું ન જોવું તે ઓસ્ટ્રેલિયા નકકી ન કરી શકે બાદમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને મસ્ક પર નિશાન ટાંકતા કહ્યું કે તે ઘમંડી ઉદ્યોગપતિ છે અને તે વિચારે છે કે કાનૂન અને નૈતિકતા બંનેથી પર છે અને હવે તેને શબક શિખવાડવા યોગ્ય પગલા લેશું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy