નવી દિલ્હી: ભારતમાં ટેસ્લાની ઈ-કાર સહિતના મહત્વાકાંક્ષી સાહસો અને જંગી મૂડીરોકાણ માટે તા.22ના રોજ ટેસ્લાના વડા એલન મસ્કે તેની ભારત મુલાકાત હાલ મુલત્વી રાખી છે. શ્રી મસ્ક દિલ્હીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળનાર હતા અને માનવામાં આવતું હતું કે ટેસ્લાના કાર ઉત્પાદન પ્રોજેકટ માટે તેઓ ભારતમાં 2-3 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરનાર હતા.
આ માટે ગુજરાત સહિતના રાજયોમાં આ પ્લાંટ માટે ટેસ્લાને આવકારવા અનેક ઓફર્સ પણ તૈયાર રાખી હતી તથા તેમના મહત્વાકાંક્ષી સ્ટારલીંક પ્રોજેકટ માટે પણ ભારતમાં પ્રવેશ માટે આતુર હતા પણ આખરી ઘડીએ આ મુલાકાત રદ થવા પાછળ તા.23ના ટેસ્લાના રોકાણકારો સાથે મસ્કની મીટીંગ કારણ ગણાય છે.
જો કે કારણોની કોઈ સતાવાર જાહેરાત થઈ નથી. તા.10 એપ્રિલના મસ્કે ખુદે તેમના જ પ્લેટફોર્મ એકસ પર પોષ્ટ મુકીને તેઓ તા.22ના ભારત આવી રહ્યા હોવાની જાણ કરી હતી અને તેમાં ટેસ્લાના ભારતના સંભવિત પ્લાંટ અંગે પણ તેઓ જાહેરાત કરશે તેવું ચર્ચામાં હતું.
ભારતે જે હાલમાં જ નવી ઈ-વાહનોની પોલીસી જાહેર કરી છે તેનાથી વિદેશી કંપનીઓ માટે ભારતમાં તેના ઈ-વાહનો વેચવા અને લાંબા ગાળે ભારતમાં જ ઉત્પાદન પ્લાંટ સ્થાપવામાં સરળતા બની છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy