લોકતંત્રમાં દરેક મત કિંમતી: વડાપ્રધાને ચાર પ્રાદેશિક સહિત છ ભાષામાં પોષ્ટ કરી મતદાનની અપીલ કરી

લોકશાહીના સૌથી મોટા તહેવારના પ્રથમ તબકકામાં ઉત્સાહભર્યુ મતદાન

India, Politics, Lok Sabha Election 2024 | 19 April, 2024 | 10:57 AM
♦ લોકસભા ચૂંટણીમાં 21 રાજયોની 102 બેઠકો પર પ્રારંભના 2 કલાકોમાં 10થી15% મતો પડયા: તામિલનાડુમાં ગરમીના યલ્લો એલર્ટ છતા મતદાન મથકો પર કતાર
સાંજ સમાચાર

♦ આઠ કેન્દ્રીય મંત્રીઓ સહિત 1625 ઉમેદવારોના ભાવિ નકકી કરશે 16.25 કરોડ મતદાતા: પ.બંગાળમાં પ્રારંભમાં જ હિંસા

નવી દિલ્હી: આઝાદીના અમૃતકાળ બાદની દેશમાં પ્રથમ વખત યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીના પ્રથમ તબકકામાં આજે 21 રાજયોની 102 લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થતા જ આ વર્ષની સૌથી ઉતેજના ભરી બની રહેનાર વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના આગામી શાસકનો નિર્ણયના કાઉન્ટડાઉન પણ શરૂ થયો છે.

પ્રથમ તબકકામાં તામિલનાડુમાં તમામ 39 બેઠકો પરનું આજનું મતદાન નિર્ણાયક બનશે. તા.1 જૂન સુધી ચાલનાર આ લોકતાંત્રીક યાત્રામાં અંતે તા.4 જૂનના પરિણામ જાહેર થશે. આજે સિકકીમ તથા હિમાચલમાં હવે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

આજે પ્રથમ મતદાન કરવા જનારા ચહેરાઓમાં તામિલનાડુના મુખ્યમંત્રી એન.કે.સ્તાલીને ચેન્નઈમાં એક મતદાન મથક ખાતે પહોંચીને પક્ષનો મત આપ્યો હતો.

આજે એક તરફ તામિલનાડુમાં ભારે ગરમીનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું હતું તથા દેશના અનેક ભાગોમાં પણ ભારે ગરમીના કારણે વહેલી સવારથી જ મતદાન મથકો પર કતાર લાગી છે અને પ્રથમ એક કલાકમાં જ 10થી 15 ટકા મતદાન નોંધાતા આજે પ્રથમ તબકકામાં ભારે મતદાન થશે તેવા સંકેત છે.

પ.બંગાળની ચાર લોકસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે ત્યાંની હિંસાના સંકેત છે અને ચુંટણી તંત્ર પણ એલર્ટ બની ગયુ છે. આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

સાત તબકકાના મતદાનના આ પ્રથમ તબકકામાં મુખ્યત્વે ભાજપના નેતૃત્વના એનડીએ સામે પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસના નેતૃત્વના ઈન્ડીયા ગઠબંધનની ટકકર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજના મતદાનને આવરી લેતી તમામ બેઠકોમાં સ્ટાર પ્રચારક રહ્યા છે અને તેમના જેટલી રેલી-સભાને કોઈ નેતાએ સંબોધી નથી.

આજે સવારથી મોટાભાગના મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર જોવા મળી રહી છે. પ.બંગાળની ચાર બેઠકો પર સૌથી વધુ 15% મતો પ્રથમ બે કલાકમાં જ નોંધાયુ છે. કુલ 16.63 કરોડ મતદાતા 1625 ઉમેદવારોના ભાવી નકકી કરશે.

આ તબકકામાં મોદી સરકારના સીનીયર કેબીનેટ મંત્રી શ્રી નીતીન ગડકરી સહિત આઠ મંત્રીઓના ભાવી નિશ્ચિત કરશે તો વિપક્ષમાં પણ અનેક નેતાઓના ભાવી દાવ પર લાગ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એકસ પર પોષ્ટ કરીને ચાર પ્રાદેશિક ભાષા સહિત 6 ભાષામાં પોષ્ટ કરીને મતદાન માટે અપીલ કરીને દેશમાં લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ આજે શરૂ થયો છે અને મતદાનના રેકોર્ડ બનાવવા અપીલ કરી હતી.

તેઓએ ખાસ કરીને યુવા મતદારોને લોકતંત્રમાં તેમનો દરેક મત કિંમતી છે તેવું દર્શાવીને દરેક અવાજ મહત્વનો છે તેવું દર્શાવીને મતદાનની અપીલ કરી હતી. મુખ્યમંત્રી ચૂંટણી કમિશ્નર શ્રી રાજીવકુમારે પ્રારંભીક મતદાનની કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે અમો પરીસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj