સતત પહોળા થતા માર્ગો અને પર્યટનથી હિમાલયની પવિત્રતા ઝંખવાઈ : હવા બની પ્રદુષિત

India | 23 April, 2024 | 12:28 PM
છેલ્લા 10 વર્ષમાં વાહનોનું આવન-જાવન 200 ગણું વધ્યુ:વધતી ગાડીઓથી પ્રદુષણ ફેલાયું
સાંજ સમાચાર

નૈનિતાલ તા.23
હિમાલયમાં સતત પહોળા થતા માર્ગો અંગે પર્યટનના કારણે વધતી ગાડીઓથી પ્રદુષણ ઝડપથી વધી રહ્યુ છે.તાજેતરનાં સંશોધનમાં બહાર આવ્યું છે કે હિમાલયની હવામા 80 ટકા કાર્બનનો ભાગ જીવાશ્મ ઈંધણ અર્થાત પેટ્રોલ-ડીઝલના ધૂમાડાથી ફેલાઈ રહ્યો છે. 20 ટકા ભાગ સેક્ધડરી સોર્સ મતલબ બાયોનાસનાં સળગવાનો છે.

આર્ય ભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન સંશોધન સંસ્થાન (એરીઝ) નૈનિતાલનાં સંશોધકો અને દિલ્હી વિ.વિ.એ ચાર વર્ષ સુધી હિમાલયના જટીલ અને પ્રાચીન ભુભાગ પર કાર્બનયુકત એરોસોલનું અધ્યયન કર્યું છે.તેમાં જાણવા મળ્યુ છે કે હિમાલયમાં વાયુ પ્રદુષણ પર જીવાશ્મ ઈંધણનાં સળગવાની અસર આખુ વર્ષ પડી રહી છે.

સંશોધનનું નેતૃત્વ ડો.પ્રિયંકા શ્રીવાસ્તવે કર્યુ છે.તેમાં હિમાલયની દવામાં ઉપસ્થિત દરેક પ્રકારનાં કાર્બનનાં વિભિન્ન તરંગ લંબાઈ પર ઓપ્ટીકલ અવષોશણમાં તપાસ કરવામાં આવી.હિમાલયમાં ગાડીઓની સંખ્યા અનેકગણી વધી ગઈ છે.

આ કારણે હવામાં જીવાશ્મ ઈંધણની ભાગીદારી ખૂબ જ વધી ગઈ છે. સંશોધન અનુસાર ઉતરાખંડ અને હિમાચલમાં ગત 10 વર્ષમાં વાહનોનું આવન જાવન 200 ગણુથી વધી ગયુ છે. ઓલ વેધર રોડ બની રહ્યા છે. આ કારણે લોકો પોતાની ગાડીઓથી પર્યટન સ્થળો સુધી પહોંચી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj