દરેક ગેંગને ખત્મ કરાશે: સલમાનખાનને મુખ્યમંત્રી શિંદેની ખાતરી: સામેથી અભિનેતાને મળવા ગયા

India, Entertainment | 17 April, 2024 | 12:24 PM
સાંજ સમાચાર

મુંબઈ: 
બોલીવુડ અભિનેતા સલમાનખાનના નિવાસ સાતે બિશ્નોઈ ગેંગના શુટરોએ કરેલા ગોળીબાર બાદ બન્ને શુટરોને ગુજરાતના ભુજમાંથી ઝડપી લેવાયા છે તે વચ્ચે એક આશ્ચર્યજનક નિર્ણયો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ગઈકાલે સામે ચાલીને સલમાનખાન અને તેના પરિવારને મળવા ગયા હતા.

બોલીવુડ અભિનેતાના બ્રાન્દ્રા ખાતેના નિવાસે તેઓએ સલમાનખાન ઉપરાંત તેના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. બાદ શિંદેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે કોઈ ચિંતા નહી કરવા મે સલમાનખાનને જણાવ્યું હતું. સરકાર તેની સાથે છે. શ્રી શિંદેએ કહ્યું કે તમામ ગુન્હાખોરી અને ક્રિમીનલોને તથા ગેંગનો સફાયો કરવામાં આવશે.

શ્રી શિંદેની આ રીતે સલમાનખાનના નિવાસે મુલાકાત લેવાના નિર્ણયથી ભાજપમાં પણ આશ્ચર્ય છે. અભિનેતા પર કોઈ સીધો ગોળીબાર થયો નથી અને ફકત તેને ડરાવવાનો પ્રયાસ થયો હોવાનું બિશ્નોઈ ગેંગએ પણ જણાવ્યુ છે. તા.14ના રોજ સલમાનના નિવાસ સામેથી પસાર થઈને બિશ્નોઈ ગેંગના બે શુટરોએ સલમાનના નિવાસ ‘ગેલેકસી’ ભણી હવામાં ગોળીબાર કરી નાસી છુટયા હતા.

ગણતરીના કલાકોમાં જ મુંબઈ પોલીસે તેમનું પગેરુ દબાવીને તા.15ના રોજ કચ્છમાં માતાના મંદિર પરિસરમાંથી ઝડપી લીધા હતા. સાગર અને વિકી નામના આ બે શુટરને મુંબઈ લઈ જવાયા છે. પોલીસે બંને આરોપીઓની 14 દિવસની કસ્ટડી માંગી હતી.

મુંબઈ પોલીસે કોર્ટમાં બંને આરોપીઓની 14 દિવસની કસ્ટડી માંગી હતી. તેમણે કહ્યું કે ગોળીબાર બાદ બંને આરોપીઓએ રેલ્વે ટ્રેક ક્રોસ કર્યો. કપડા બદલ્યા અને ભાગવાનો પ્રયાસ કર્યો. બંને આરોપીઓ સલમાનખાનના પનવેલ ફાર્મહાઉસથી માત્ર 10 કિલોમીટર દુર રહેતા હતા. આવી સ્થિતિમાં સવાલ એ પણ ઉઠે છે કે શું તેઓ માત્ર ફાર્મ હાઉસને જ નિશાન બનાવવા માંગતા હતા.

પોલીસે દલીલ કરી હતી કે આ આંતરરાષ્ટ્રીય રેકેટ છે અને તેઓ બિહાર અને ગુજરાત સાથે પણ જોડાયેલા છે. અમે અમારી તપાસનો વ્યાપ હરિયાણા, પંજાબ, યુપી, બિહાર અને ગુજરાત સુધી વિસ્તારવા માંગીએ છીએ. આ સિવાય પોલીસે કોર્ટમાં લોરેન્સના ભાઈ અનમોલની ફેસબુક પોસ્ટ અને સલમાનખાન પરના જૂના હુમલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે જે હથિયારથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે હથિયાર હજુ સુધી મળી શકયું નથી. અમે વધુ તપાસ કરવા માંગીએ છીએ કે આ આરોપીઓને બાઈક અને અન્ય વસ્તુઓ કોણે આપી હતી. આ ઘટનાનો માસ્ટર માઈન્ડ કોણ છે તે પણ તપાસનો ભાગ બનશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj