મધ્યપુર્વ તનાવના કારણે ગુજરાતથી થતી નિકાસ મોંઘી: 40% જેટલો ખર્ચ વધ્યો

Business, Gujarat | Ahmedabad | 17 April, 2024 | 12:28 PM
રેડ-સી માર્ગે આવતા જતા વ્યાપારીક જહાજોના ભાડા- વિમા ખર્ચ વધી ગયો: ફાર્મા સહિતના ક્ષેત્રોને અસર
સાંજ સમાચાર

અમદાવાદ:
 દેશનો સૌથી મોટો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે જતી નિકાસને એક બાદ એક ફેકટર અસર કરી રહ્યા છે. રાજયના નાના-લઘુ તથા મધ્યમ કક્ષાના ઉદ્યોગો ઉપરાંત જે મેગા ઈન્ડસ્ટ્રીઝ છે તેની તમામ નિકાસ રાજયના દરિયાઈ માર્ગે થાય છે પણ ગત વર્ષે ગુજરાત એગ્રો લી.નું કાર્ગો કોમ્પ્લેકસ બંધ થતા નાના ઉદ્યોગો માટે વધુ મોંઘી દરિયાઈ નિકાસ સુવિધા ભણી વળવું પડયું હતું.

તો હવે ઈઝરાયેલ પર હુમલાના પગલે જે મધ્યપુર્વ અને ખાસ કરીને રેડ-સી ક્ષેત્રમાં તનાવ છે તથા હવે ઈરાન પણ આ તનાવમાં જોડાયુ છે તે પછી ગુજરાતના એગ્રો, ફાર્મા અને કેમીકલ સહિતના ક્ષેત્રોને મળેલો નિકાસ ખર્ચ પરેશાન કરી રહ્યા છે.

રેડ-સી તનાવથી દરિયાઈ માર્ગો પર શિપમેન્ટ મોંઘુ બનાવ્યુ છે. જહાજી ભાડા ઉપરાંત વિમા ખર્ચ પણ વધી ગયો છે અને અનેક નિકાસકારો જેઓને સમય મર્યાદામાં નિકાસ કરવી ફરજીયાત હોય તેઓને એર-શીપીંગનો સહારો લેવો પડતા તે ખર્ચ પણ વધ્યો છે.

ખાસ કરીને અમેરિકા, યુરોપ અને મધ્યપુર્વ જેવા ક્ષેત્રોમાં ગુજરાતની નિકાસ નોંધપાત્ર છે અને ગુજરાતમાં એક કાર્ગો સેવા બંધ થતા મુંબઈ સહિતના ક્ષેત્રો ભણી તેઓને નિકાસ માટે માલ મોકલવાની ફરજ પડી રહી છે અને તેના કારણે શિપમેન્ટ ખર્ચ 40% સુધી મળી જતા ઓછી નિકાસથી સ્પર્ધાત્મક બજારોમાં નિકાસકારોને રહેવુ પણ મુશ્કેલ બની ગયુ છે.

ફકત ઔદ્યોગીક ઘરેલુ નિકાસ જેમાં પોતાના વિદેશ વસતા સગા-સંબંધીઓને નિયમીત રીતે મસાલા સહિતની ચીજો વિદેશ મોકલે છે. તેઓને પણ પ્રતિકિલો ભાવ રૂા.400થી વધીને રૂા.700 થયા છે અને તે ઘરેલું નિકાસ પણ ઘટી ગઈ છે. ખાસ કરીને ફાર્મા ક્ષેત્ર જેઓ માટે અમેરિકા-યુરોપ સહિતના મોટા બજારો છે.

તેઓને રેડ-સી કટોકટી સૌથી મોટી અસર કરી રહી છે. શાકભાજી ફળો અને સી-ફુડ સહિતની નિકાસમાં એર કાર્ગોની સુવિધા પણ અપુરતી સાબીત થઈ રહી છે અને ઝડપથી મોકલવો પડે તે માર્ગ વિલંબથી મળી રહ્યા છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj