ખૂબ જ લાંબા ઇન્ટરવલ બાદ સ્ક્રીન પર પાછા ફરતા ફરદીન બન્યો ભાવુક

India, Entertainment | 13 April, 2024 | 03:06 PM
ફિરોઝ ખાનનો પુત્ર ફરદીન ખાન સંજય લીલા ભણશાલીની વેબસીરીઝ ‘હીરામંડી’માં મહત્વના રોલમાં
સાંજ સમાચાર

મુંબઇ, તા.11
વર્ષ 1998માં ‘પ્રેમ અગન’થી એક્ટિંગમાં શરુઆત કરનાર બોલીવૂડના દિગ્ગજ એક્ટર સ્વ. ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાન લાંબા ગાળા બાદ વાપસી કરી રહ્યો છે. હવે તે સંજય લીલા ભણશાળીની વેબ સીરીઝ ‘હીરામંડી’માં નજરે પડશે. હાલમાં જ વેબ સીરીઝ ‘હીરામંડી’ને લઇને દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીરીઝની પૂરી સ્ટાર કાસ્ટ હાજર હતી.

આ દરમિયાન એક સવાલના જવાબમાં તે ઇમોશનલ થઇ ગયો હતો. ઇવેન્ટમાં ફરદીને પોતાના સ્ક્રીન ગેપના બારામાં વાત કરી હતી કે સૌથી પહેલા આ મારા માટે ખુબ લાંબો ગેપ રહ્યો છે. કમસેકમ આ કહેવા માટે લગભગ 14 વર્ષ વીતી ગયા. હું આ શાનદાર સ્ટારકાસ્ટ સાથે કામ કરવાના અવસર માટે ખુબ જ આભારી છું. હું એક એક્ટર તરીકે સ્ક્રીન પર વાપસી માટે આથી સારી તકની આશા નહોતો રાખી શક્તો હતો.

‘હીરામંડી’માં પોતાના રોલને લઇને ફરદીને કહ્યું હતું કે આ મારા માટે એકદમ પરફેક્ટ રોલ હતો. સ્ક્રીન પર વાપસી માટે હું જે ઉંમરમાં છું તેમાં તમે લાઇફના એક્સિપિરિયન્સ અને જ્ઞાનની સાથે આવો છો અને આપ જાણો છો કે આપ વાસ્તવમાં યોગદાન કરી શકો છો.

જે સંજય લીલા ભણશાલી પોતાના બધા પાત્રોમાં લખે છે. ઉલ્લેખનીય છે કે ફરદીને શરુઆતમાં ‘જંગલ’, ‘ભુત’ અને ‘નો-એન્ટ્રી’ જેવી ફિલ્મોમાં કામ કરેલું ત્યાર બાદ તે વર્ષો સુધી ફિલ્મમાં નજરે નહોતો પડ્યો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj