વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર પ્રાદેશિક સહિત 6 ભાષામાં પોસ્ટ મુકી વધુને વધુ લોકોને મતદાન માટે અપીલ કરી

લોકશાહીના પર્વનો પ્રારંભ: પ્રથમ તબકકામાં 102 લોકસભા બેઠકો માટે ધીંગુ મતદાન

India, Politics, Lok Sabha Election 2024 | 19 April, 2024 | 03:57 PM
► ભારે ગરમી વચ્ચે પણ મતદારોએ કતાર લગાવી: સૌથી વધુ ત્રિપુરામાં 53 ટકા મત પડ્યા, પશ્ચિમ બંગાળમાં છુટી છવાઇ હિંસા વચ્ચે બપોરે 1 વાગ્યા સુધીમાં 50 ટકાથી વધુ મતદાન, 21 રાજ્યોમાં સરેરાશ 40 થી 50 ટકા મતો પડ્યા
સાંજ સમાચાર

► મણિપુરમાં એક મતદાન મથકો પર કબજો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો ગોળીબારની ઘટના: નીતિન ગડકરી સહિત આઠ કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત 1617થી વધુ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થવાની તૈયારીમાં

નવી દિલ્હી, તા.19
દેશ અને દુનિયાને ધ્યાન ખેંચનાર લોકસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબકકામાં 21 રાજ્યોની 102 લોકસભા બેઠક પર સવારથી જ છૂટી છવાઇ હિંસા વચ્ચે ભારે મતદાનના અહેવાલ છે અને સૌથી વધુ મતદાન ત્રિપુરામાં બપોરના 2 વાગ્યા સુધીમાં 53 ટકા નોંધાયું છે જ્યારે ઉ.પ્રદેશમાં 36 ટકા, ઉત્તરાખંડમાં 37 ટકા અને પશ્ર્ચિમ બંગાળમાં 50 ટકાથી વધુ મતો પડી ગયા હતા.

સાત તબકકામાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબકકામાં સવારે 7 વાગ્યે મતદાનનો પ્રારંભ થતાં જ અનેક કેન્દ્રો પર મતદાતાઓની ભીડ લાગી ગઇ હતી. તામીલનાડુમાં પ્રથમ તબકકામાં તમામ 39 લોકસભા બેઠક માટે આજે મતદાન થઇ રહ્યું છે અને રાજ્યમાં ભારે ગરમીના યલ્લો એલર્ટ વચ્ચે પણ મતદારોએ મતદાન મથક પર કતાર લગાવી હતી અને બપોર સુધીમાં 40 ટકા જેવા મતો પડ્યા છે.

મહારાષ્ટ્રની પાંચ લોકસભા બેઠકમાં 36 ટકા, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, આસામ તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં 40 થી 50 ટકા વચ્ચે મતદાન નોંધાયું છે. જેમાં આજે પશ્ચિમ બંગાળમાં એક-બે મતદાન મથકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાર્યકર્તાઓ વચ્ચે ટકર થઇ હતી જ્યારે મણિપુરમાં એક મતદાન મથકો પર બંદૂકધારીઓ ઘૂસ્યા હતા અને હવામાન ગોળીબાર કરીને મતદાનોને ડરાવવા કૌશીશ કરી હતી.

જો કે તુર્ત જ સલામતી દળોએ પરિસ્થિતિ સંભાળી લીધી હતી. આજના મતદાનમાં આઠ કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ટોચના રાજકીય નેતાઓના ભાવિ એવીએમમાં કેદ થશે અનેક બેઠકો પર રસપ્રદ જંગ છે અને ખાસ કરીને તામિલનાડુ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની તમામ તાકાત લગાવીને રાજ્યમાં પ્રથમ વખત લોકસભા માટે ભાજપનું ખાતુ ખુલે તે માટે સાત વખત રાજ્યનો પ્રવાસ કર્યો હતો. ત્યાં ડીએમકે અને અન્ના ડીએમકેની ટક્કર વચ્ચે ભાજપ બે કે ત્રણ બેઠકો પર વિજય મેળવવા આશાવાદી છે.

આજના મતદાન પછી હજુ વધુ છ તબકકામાં મતદાન થશે અને તા.1 જુનના રોજ મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ તા.4ના દેશભરમાં મત ગણતરી એક સાથે યોજાશે. આજના મતદાનની સાથે સિક્કીમ અને મેઘાલયમાં લોકસભા સાથે વિધાનસભા ચૂંટણીઓ સાથે મતદાન થઇ રહ્યું છે અને સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી ઉંચી આવવાની શક્યતા છે. આજ સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર પ્રાદેશિક સહિત છ ભાષામાં પોસ્ટ મુકીને વધુને વધુ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj