આકાશમાં બે હેલીકોપ્ટર ટકકર બાદ અગનગોળો બન્યા : 10ના મોત

India, World | 23 April, 2024 | 11:25 AM
મલેશીયામાં નેવી ડેની ઉજવણીના રિહર્સલમાં દુર્ઘટના
સાંજ સમાચાર

કવાલાલુમ્પુર, તા.23
મલેશીયામાં રીયલ મલેશીયન નેવી પરેડના રિહર્સલ વખતે બે હેલીકોપ્ટર સામસામા ટકરાઇ ગયા હતા તેમાં 10 લોકોના મોત નિપજયા હતા. લુમુતના નૌકાદળના મથકે જ આ દુર્ઘટના સર્જાઇ હતી.

મલેશિયન નૌકાદળે જ સતાવાર નિવેદનમાં એમ કહ્યું હતું કે, નેવી પરેડના રિહર્સલમાં સામેલ એમપ03-3 અને એમ પ0ર-6 હેલીકોપ્ટર હવે સામસામી ટકકર થઇ હતી. એક હેલીકોપ્ટરમાં 7 અને બીજામાં 3 લોકો સવાર હતા.  નેવીના 90માં સ્થાપના દિનની ઉજવણી માટે આ રિહર્સલ યોજવામાં આવી રહ્યું હતું.

બે હેલિકોપ્ટર વચ્ચેની અવકાશી ટકકરનો ર1 સેક્ધડનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આકાશમાં  અધવચ્ચે જ ટકકર બાદ બંને હેલીકોપ્ટર જમીન પર ખાબકી પડતા હોવા સુધીનો ઘટનાક્રમ વિડીયોમાં દેખાઇ રહ્યો છે.  રીહર્સલ વખતે મેદાન પર મોટી 

સંખ્યામાં નેવીના જવાનો હાજર હતા. દુર્ઘટના બાદ હેલીકોપ્ટરો નીચે પડતા નાસભાગ  મચી ગઇ હતી અને ગણતરીની મીનીટોમાં જ રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરોનો કાટમાળ હટાવવામાં આવ્યો હતો પરંતુ 10માંથી એક પણ વ્યકિતને બચાવી શકાઇ ન હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj