પેરિસ (ફ્રાન્સ) તા.7
છેલ્લા પાંચ વર્ષથી ઈટલીના નામે દુનિયાનો સૌથી લાંબો બેગેટ એટલે કે બ્રેડ બનાવવાનો રેકોર્ડ રહ્યો છે હવે ફ્રાન્સે આ સફળતા મેળવી છે અને તેનો રેકોર્ડ ગિનેશ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે.
રવિવારે ફ્રાન્સના એક શહેર સુરેનન્સમાં આયોજિત એક હરીફાઈમાં ડઝનબંધ બેકરોએ ભાગ લીધો હતો અને 140.53 મીટર લાંબો બેગેટ (ફ્રેન્ચ બ્રેડ) બનાવીને રેકોર્ડ તોડયો હતો.
શું છે બેગેટ
આ એક પ્રકારની બ્રેડ હોય છે જે લાંબી હોય છે રસપ્રદ વાત એ છે કે ફ્રાન્સ સરકારે તેમાં કોઈ પ્રકારનું પ્રિઝર્વેટિવ નાખવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેથી દરરોજ આહારમાં તેને સામેલ કરી શકાય છે.
ગરીબોને વહેંચી દેવાશે
બેકર એન્થનીએ જણાવ્યું હતું કે અમને એ વાતની ખુશી છે કે અમે રેકોર્ડ કાયમ કર્યો છે. આ બેગેટ-બ્રેડને ગરીબોમાં વિતરિત કરી દેવાશે.
પારંપરિક બ્રેડથી 235 ગણો વધુ લાંબો
આ બ્રેડ બનાવવાની તૈયારી સવારે 3 વાગ્યે શરૂ થઈ હતી અને 14 કલાકમાં તૈયાર થઈ ગઈ હતી. બદા બેકરનું કહેવું છે કે પારંપરિક બેગેટની તુલનામાં બ્રેડ 235 ગણી મોટી છે. આ પહેલા ઈટલીએ 2015માં અને 2019માં સૌથી લાંબી બેગેટ બનાવી રેકોર્ડ સર્જયો હતો. તેની લંબાઈ 132.62 મીટર હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy