બેંગ્લુરુ (કર્ણાટક) તા.2
પુર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડાના પૌત્ર અને જદ(એસ)ના નેતા પ્રજજવલ રેવન્નાના ચકચારી અશ્લીલ વિડીયો કાંડે દેશભરમાં ખળભળાટ જગાવ્યો છે. એસઆઈટીની નોટીસ બાદ જદ(એસ)ના સસ્પેન્ડેડ નેતા લાપતા બન્યા છે ત્યારે આ નેતા 15 મે એ બેંગ્લુરુમાં પહોંચશે તેવા અહેવાલો છે. બીજી બાજુ રેવન્નાનો પુર્વ ડ્રાઈવર પણ એસઆઈટીની નોટીસ બાદ લાપતા થઈ ગયો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ હાલના સાંસદ અને હાસત લોકસભા ક્ષેત્રના એનડીએના ઉમેદવાર પ્રજવલ રેવન્નાએ વિશેષ તપાસ દળ (એચઆઈટી) સામે રજૂ થવા માટે સમય માંગ્યો હતો. હવે નવા અહેવાલો મુજબ તે 15 મે એ ફ્રેન્કફર્ટથી બેંગ્લુરુમાં પહોંચવાની આશા છે.
જયારે પ્રજવલનો પુર્વ ડ્રાઈવર કે જેણે કબુલ કર્યું હતું કે તેણે મહિલાઓ સાથે જદ (એસ) નેતાના યૌન શોષણ વાળી અશ્ર્લીલ વિડીયોની પેનડ્રાઈવ ભાજપ નેતા દેવરાજે ગૌડાને આપી હતી, તે પુર્વ ડ્રાઈવર એસઆઈટીની નોટિસ બાદ ગાયબ થઈ ગયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy