રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. કાર્તિકે સવાલ-જવાબ સેશનમાં સવાલ પૂછ્યો કે ક્રિકેટરો સિવાય મારો ફેવરિટ પ્લેયર કોણ છે.
આના પર વિરાટે તુરંત જવાબ આપ્યો - તમારી પત્ની. આના પર વિરાટ, કાર્તિક, આરસીબીના અન્ય ખેલાડીઓ જોર જોરથી હસે છે. કાર્તિક કહે છે કે તમે ગજબનો જવાબ આપ્યો જેનો હું ઇનકાર કરી શકતો નથી.
પણ મારા મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. ત્યારે બધા આ સાંભળીને હસે છે. તમને જણાવી દઈએ કે કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ દેશની પ્રખ્યાત સ્ક્વોશ ખેલાડી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy