નાણામંત્રી નિર્મલા સીતારામન ખુશ: આ એક માઈલ સ્ટોન મોમેન્ટ

GST રેકોર્ડ : IPL- ચુંટણી અને આકરા ઉનાળાથી વધેલા ખર્ચની કમાલ

India, Politics, Sports | 02 May, 2024 | 12:38 PM
► બ્રાન્ડેડ ખાદ્ય પદાર્થોની ખરીદી વધી: એસી-કુલરની ડિમાન્ડ અને વિજ માંગ 1 માસમાં 11% વધી 144 અબજ યુનિટનો રેકોર્ડ
સાંજ સમાચાર

► લોકોએ વેકેશનના એડવાન્સ પ્લાનીંગથી કરાયેલા ટ્રાવેલ બુકીંગથી પણ વેરા આવક વધી: વર્ષે 13%નો વૃદ્ધિદર હાંસલ: કરચોરીના છીંડા પણ ઘટયા

નવી દિલ્હી: દેશમાં 2017માં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષના અમલ બાદ પ્રથમ વખત આ આડકતરા વેરાનું કુલ માસિક કલેકશન રૂા.2 લાખ કરોડને પાર થઈને રૂા.2.10 લાખ કરોડ નોંધાયું તેમાં એક તરફ દેશમાં નવા નાણાકીય વર્ષમાં જે રીતે આર્થિક ગતિવિધિમાં તેજી આવી છે તે ઉપરાંત જીએસટીના કરમાળખામાં થયેલા સુધારા બાદ છીંડા ન રહી જાય અને કરચોરી ડામવા જે પ્રયાસ થયા છે તેને પણ કારણ ગણવામાં આવે છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને સોશ્યલ મીડીયામાં આ કર આવકને ઐતિહાસિક ગણાવતા તેને દેશમાં અર્થતંત્ર જે રીતે ઝડપથી આગળ વધી રહ્યું છે તેમાં એક માઈલસ્ટોન કે સિમાચિહન સમાન ગણાવ્યું હતું તથા જીએસટી સાથે સંકળાયેલ તમામ રાજય અને કેન્દ્રના સરકારી વિભાગોની કાર્યક્ષમતાને પણ બિરદાવી હતી.

તથા ઈમાનદારીથી કર ભરતા વેપારીઓ તથા ઉદ્યોગની પણ પીઠ થાબડી હતી. તેઓએ જણાવ્યું કે કેન્દ્રએ પણ જીએસટીમાં રાજયોને જે મળવાનો હિસ્સો છે તેમાં તમામ ચુકવણા થઈ ગયા છે. હાલ 1.45 કરોડ નોંધાયેલા જીએસટી કરદાતા છે. 2019માં જીએસટી લાગુ થયા બાદ માસિક રૂા.90000ની સરેરાશ કર આવક હવે એક નવા રૂા.2 લાખ કરોડના આંકડાને પાર કરી ગઈ છે અને આ વર્ષે 13%ના દરે જીએસટી આવક વધી રહી છે.

એક સર્વે મુજબ લોકો હવે ઘરેલું ખરીદી વધારી રહ્યા છે તે ઉપરાંત આકરા ઉનાળાના કારણે એસી-કુલર સહિતની ખરીદી અને બ્રાન્ડેડ ખાદ્ય પદાર્થ પર વધેલા ખર્ચથી જીએસટી આવક વધી છે. દેશમાં ઔદ્યોગીક પ્રવૃતિ વધી છે તેમાં વિજળીની માંગ પણ વધી છે એપ્રિલમાં તે 11% વધીને 144.25 અબજ યુનિટ પહોંચી ગઈ છે જે 2023માં 130.08 અબજ યુનિટ હતી.

એક દિવસમાં વિજ માંગ એક વર્ષ પુર્વે 215.88 ગીગાવોટ હતી તે 224.18 ગીગાવોટ નોંધાઈ છે અને હજુ તે 260 ગીગાવોટ પહોંચશે તેવો અંદાજ છે. ઘરેલુ સહિતની માંગ વધી અને આકરા ઉનાળાનો પણ તેમાં ફાળો છે.

બીજી તરફ આઈપીએલ અને ચુંટણીને પણ યશ આપવામાં આવે છે. આ માટે બેન્ક ઓફ બરોડાના ચીફ ઈકોનોમીસ્ટ મદન સવનવીસ કહે છે કે એપ્રિલમાં શિયાળું પાકની કમાણી ઉપરાંત લગ્ન તથા અન્ય સમારોહોને પણ કારણ ગણવુ પડે. લોકો તેના વેકેશન પ્લાન એડવાન્સમાં બનાવે છે અને બુકીંગ માટે જે નાણા ખર્ચાય છે તેનો પ્રભાવ છે તો ચુંટણીના કારણે જે સરકારી અને રાજકીય પક્ષોનો ખર્ચ છે તે પણ જીએસટી કલેકશન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી ગયા છે. લોકોને સારા ચોમાસાની આશા છે તેથી હવે ખર્ચ કરવા લાગ્યા છે.

પેટ્રોલ-વિમાની ઈંધણ- LPGની માંગ વધી પણ ડિઝલનો વપરાશ વાર્ષિક ધોરણે ઘટયો 
એપ્રિલમાં અગાઉના માસની સરખામણીમાં ડિઝલ વપરાશ 7% વધ્યો: મુખ્યત્વે સરકારી ખરીદી કારણ

નવી દિલ્હી: દેશમાં ચુંટણીના કારણે ખર્ચ વધ્યા છે પણ ભારે ઉનાળાના કારણે પ્રચારમાં વાહનો ઓછા દોડતા ડિઝલની માંગમાં 2%નો ઘટાડો થયો છે પણ પેટ્રોલની માંગ 12% વધી છે. દેશમાં પેટ્રોલ-ડિઝલનો 90% પુરવઠો પુરો પાડતા જાહેર સાહસની કંપનીઓના આંકડા મુજબ ડિઝલની માંગ ગત વર્ષની સરખામણીએ 2-3% ઘટી છે અને આ સતત બીજા મહિને ડિઝલની માંગ ઘટવાનું કોરોના કાળને બાદ કરો તો વાર્ષિક ધોરણે પ્રથમ વખત નોંધાયું છે.

જો કે તેમ છતાં પેટ્રોલમાં ડિઝલ વેચાણ 7.2% વધ્યુ છે. જેની સામે પેટ્રોલની માંગ 12.3% વધી છે. વિમાની ઈંધણની માંગ 7% અને એલપીજીની માંગ (ઘરેલુ વપરાશના ગેસ) પણ 12% વધી છે. વિજ માંગ પણ વધી છે. ચુંટણીના કારણે સલામતદળો અને સરકારી વાહનોની હેરાફેરી વધી છે તેની અસરથી માર્ચ કરતા એપ્રિલમાં ડિઝલની માંગ વધી હોવાનું કારણ છે. જયારે ડિઝલ વાહનો જે સરકારી સિવાયના ઉપયોગમાં તેઓ ઘરેલુ કાર વિમો હવે ડિઝલનો વપરાશ ધકતો જાય છે પણ વિમાની ઈંધણનો વપરાશ વધ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj