સોનુ 76100: ભાવ નવી ઉંચાઇએ

India, Business | 17 April, 2024 | 03:30 PM
ચાંદીના 86100: બંધ બજારે પણ સતત તેજી
સાંજ સમાચાર

રાજકોટ, તા.17
સોના-ચાંદીના ભાવો સતત સળગતા રહ્યા હોય તેમ આજે ફરી નવી ઉંચાઇએ પહોંચ્યા હતાં. સોનુ 76000 તથા ચાંદી 86000ની સપાટી વટાવી ગઇ હતી. રાજકોટમાં હાજર સોનુ રૂા.550ના ઉછાળાથી 76000 હતું. વિશ્વબજારમાં 2386 ડોલર હતું.

કોમોડીટી એક્સચેંજમાં 72999નો ભાવ હતો. હાજર ચાંદી 86100 હતી. વિશ્વબજારમાં 28.47 ડોલર હતી. જાણકારોના કહેવા પ્રમાણે વિશ્વ બજારમાં તેજી ઉપરાંત કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડવાના કારણોસર બેલડી ઇફેક્ટ જોવા મળી છે.

આજે રામનવમી નિમિત્તે માર્કેટ બંધ હતું પરંતુ રૂપિયો વધુ તૂટવાના સંજોગોમાં ભાવ સપાટી પર વધુ પ્રત્યાઘાત પડી શકે છે. ઝવેરીઓના કહેવા પ્રમાણે રેકોર્ડબ્રેક ઉંચા ભાવની સ્થિતિમાં આવતા દિવસોમાં ઘરાકી-કારોબારમાં પડકાર ઉભો થવાની આશંકા રહે છે.

ચાલુ સપ્તાહ બાદ લગ્નગાળાને બ્રેક લાગવાની છે પરંતુ વસંતપંચમી જેવા ખરીદી માટેના પવિત્ર દિવસો આવવાના છે ત્યારે ખરીદી કેવી રહે છે. જુન પછીના લગ્નગાળા માટેની એડવાન્સ ખરીદી પણ વ્યાપક રીતે પ્રભાવિત થવાની આશંકા છે.

છેલ્લા એકાદ પખવાડિયાથી રીટેઇલ ઘરાકી ઠપ્પ થઇ ગયાની સ્થિતિ છે. સોના-ચાંદીની તેજી માટે વિશ્વસ્તરે ભૌગોલિક ટેન્શન ઉપરાંત ભારત સહિત વિશ્વભરના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા સતત જંગી ખરીદી જવાબદાર છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj