ચંદીગઢ / મુંબઈ : IPL 2024મા ગઈકાલે 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચને મુંબઈએ રોમાંચક રીતે 9 રને જીતી લીધી, પરંતુ મેચ બાદ હાર્દિક પંડ્યાને જોરદાર ઝટકો લાગ્યો.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની આ સિઝનમાં પહેલીવાર સ્લોઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. જે બાદ BCCIએ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.
BCCIએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું કે, 'IPL કોડ ઓફ કંડક્ટ હેઠળ પહેલીવાર તેમની ટીમ (મુંબઈ ઈન્ડિયન્સ)નો આ સિઝનનો પહેલો ઓફેન્સ હતો, તેથી પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.'
હાર્દિક પંડ્યા પહેલા આઈપીએલમાં સ્લોઓવર રેટના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન શ્રેયસ અય્યર 16 એપ્રિલે દંડ ફટકારવામાં આવ્યો હતો. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ સામે મેચ દરમિયાન સ્લોઓવર રેટ રાખવા બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy