લંડન બ્રિટનમાં ડિલિવરી ડ્રાઈવરની હત્યાનાં મામલે કોર્ટે ભારતીયમૂળનાં 4 લોકોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે સુનાવણી દરમિયાન હત્યામાં સામેલ લોકોને જેલભેગા કરવાનો આદેશ આપી દીધો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં વેસ્ટ મર્સિયા પોલીસને વેસ્ટ ઇંગ્લેન્ડનાં શ્રુસ્બરીમાં એક હુમલાની સૂચના મળી હતી. આમાં ઓરમેન નામનાં એક ચાલકનું મૃત્યુ થઈ ગયું હતું. જે અંગે 4 લોકો સામે કડક પગલા ભરાઈ તેમની ધરપકડ કરાઈ હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે 4 દોષિતોએ કુલ્હાડી, હોકી સ્ટિક અને પાવડા વડે ડિલિવરી ડ્રાઈવરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેવામાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ચારેય લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ તમામને ઓછામાં ઓછી 28 વર્ષ સુધીની જેલની સજા મળી છે. આના સિવાય ઓરમેનની જાણકારી કાઢનાર અન્ય એક આરોપીને હત્યામાં સામેલ થવાનો દોષિત ઠેરવાયો છે. જેને 10 વર્ષની સજા ફટકારાઈ છે.
પરિવારે કહ્યું કે, આવું કોઈ જોડે ન થાયસ્ટેફોર્ડ ક્રાઉન કોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટના નિર્ણય પછી મૃતકના પરિવારજનો હતુ આઘાતમાં જ હતા. તેમણે કહ્યું કે અમારા પર જે વીતિ રહી છે અને મારુ જે દર્દ છે એને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. અમે નથી ઈચ્છતા કે જેવું અમારા જોડે થયું એવું બીજા કોઈપણ વ્યક્તિ કે પરિવાર સાથે થાય. આ એક આઘાતજનક ઘટના હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy