દિલ્હીના શકરપુર વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના : પત્ની અને સગીર સાળાની હત્યા કરી પતિ ફરાર

India | 18 April, 2024 | 05:22 PM
લાશ પાસે બે વર્ષનું બાળક મળ્યું
સાંજ સમાચાર

દિલ્હી, તા 18 
બુધવારે પૂર્વ દિલ્હીના શકરપુર વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પતિએ પરિવારિક તકરાર માં પત્ની અને સગીર શાળા ની સ્ક્રુડ્રાઈવર વડે માર માર્યો હતો. તેમની ઓળખ 30 વર્ષીય કમલેશ હોલકર અને 17 વર્ષીય રૂદ્ર પ્રતાપ સિંહ તરીકે થઈ છે, જેઓ મોલ નંબર 3, શકરપુરના રહેવાસી છે. ઘટના બાદ આરોપી ભાગી ગયો હતો, પરંતુ થોડા સમય બાદ સરેન્ડર કરી દીધું હતું. 

ગ્રાઉન્ડ ફ્લોર પર દાદીજીસાસુ અને દાદાજીસસરા  રહેતા હતા, સાસુ અને સસરા પહેલા માળે અને શ્રેયાંશ અને કમલેશનો પરિવાર બીજા માળે રહેતો હતો. મહિલા યુપીના સાહિબાબાદ સ્થિત એક શાળામાં શિક્ષિકા હતી. પતિ શ્રેયાંશ એમસીએ પાસ છે અને નોકરીની શોધમાં હતો. બંનેના લગ્ન લગભગ ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેમને બે વર્ષનો પુત્ર પણ છે. 15મી એપ્રિલે પુત્ર જન્મદિવસ હતો. જેના કારણે મહિલાનો સગીર ભાઈ પણ આવી ગયો હતો. તે મૂળ મથુરાના રહેવાસી હતા.

કમલેશના પિતરાઈ ભાઈ વિનોદ બઘેલે આરોપ લગાવ્યો કે આરોપી શ્રેયાંશ બેરોજગાર હતો અને તેની બહેન સ્કૂલ ટીચર હતી. જેના કારણે આરોપી તેની બહેન સાથે પૈસા વગેરે બાબતે અવારનવાર ઝઘડો કરતો હતો. તેણે જણાવ્યું કે આરોપી ને કેટલાક અવૈધ સંબંધો પણ હતા જે વિવાદનું કારણ બન્યા હતા. શ્રેયાંશ તેની બહેન પાસે બિનજરૂરી ખર્ચ માટે પૈસાની માંગણી કરવા ઉપરાંત દહેજ વગેરે બાબતે પીડિતાને માર મારતો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj