ગરમીએ રેકોર્ડ તોડ્યો: વર્ષ 2024માં એપ્રિલ માસ ઇતિહાસનો સૌથી ગરમ મહિનો નોંધાયો

India | 08 May, 2024 | 05:48 PM
યુરોપિયન યુનિયનની ક્લાઇમેટ મોનિટરિંગ સર્વિસનો અહેવાલ
સાંજ સમાચાર

દિલ્હી, તા 8 
વાતાવરણમાં વધી રહેલા કાર્બન ઉત્સર્જનને કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. તેની સીધી અસર ક્લાઈમેટ ચેન્જ પર જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે, દરિયાની સપાટી વધી રહી છે, જૈવવિવિધતાને નુકસાન થઈ રહ્યું છે.

હવામાન ચક્રમાં ફેરફાર વગેરેને કારણે અનેક કુદરતી સમસ્યાઓ સર્જાઈ રહી છે. આ કારણોસર, વિશ્વના વિવિધ વિસ્તારોમાં રેકોર્ડ ગરમી નોંધાઈ છે, કેટલીક જગ્યાએ પૂર છે અને એવા સ્થળોએ દુષ્કાળ છે જ્યાં લાંબા સમયથી હરિયાળી હતી.

આ દરમિયાન, યુરોપિયન યુનિયન ક્લાઈમેટ મોનિટરિંગ સર્વિસે તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર એપ્રિલ 2024નો મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો તરીકે નોંધવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કેm એપ્રિલ મહિનાનું સરેરાશ તાપમાન 15.03 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. (1991 થી 2020) આ મહિનો આ ત્રણ દાયકા કરતાં 0.67 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતો. ઉલ્લેખનિય છે કે 2016ના એપ્રિલની સરખામણીએ આ વર્ષે એપ્રિલ મહિનો 0.14 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે. અગાઉ એપ્રિલ 2016નો મહિનો સૌથી ગરમ એપ્રિલ મહિનો તરીકે નોંધાયો હતો.

1850-1900 જે ઔદ્યોગિકીકરણનો પ્રારંભિક સમયગાળો હતો. આ એ સમય હતો જ્યારે વાતાવરણમાં ઘણી ગ્રીન હાઉસ ગેસ ન હતા.  એપ્રિલ 2024નો મહિનો 1850-1900ના સરેરાશ તાપમાન કરતાં 1.58 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ થઈ ગયુ છે. 

યુરોપિયન યુનિયનની ક્લાઈમેટ મોનિટરિંગ સર્વિસના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ વર્ષની શરૂઆતમાં અલ નીનો તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. હવે પૂર્વીય ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરની સપાટીનું તાપમાન તટસ્થ સ્થિતિમાં જઈ રહ્યું છે.

વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું છે કે, અલ નીનો એક કુદરતી ઘટના છે, જેના કારણે તાપમાન સતત વધતું-ઘટતું રહે છે. તે જ સમયે, વાતાવરણમાં ફસાયેલા ગ્રીનહાઉસ વાયુઓ એક વધારાનું પરિબળ બની રહ્યા છે, જેના કારણે વૈશ્વિક તાપમાનમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj