કેરળમાં એન્ટ્રી, હિન્દી બેલ્ટમાં સરસાઇ જાળવી રાખવા ભાજપના પ્રયાસો: વિપક્ષોની વળતી લડત

લોકસભા ચૂંટણીના બીજા તબકકામાં 88 બેઠકો પર ભારે મતદાન

India, Politics, Lok Sabha Election 2024 | 26 April, 2024 | 03:53 PM
♦ રાહુલથી લઇ રામાયણ પાત્રના રામ અરુણ ગોવિલ, હેમા માલિની, શશી થરૂર અને 6 કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત અનેક સેલીબ્રીટીઓ સહિત 1202 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થવા લાગ્યા
સાંજ સમાચાર

♦ ત્રિપુરામાં સૌથી વધુ મતો પડ્યા: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલના કાર્યકર્તાઓ બાખડ્યા: છત્તીસગઢમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ ધક્કે ચડ્યા: મતદાન મથક પર ફરજમાં રહેલા એક જવાનની આત્મહત્યા

નવી દિલ્હી, તા.26
દેશમાં યોજાઇ રહેલી લોકસભા ચૂંટણીના બીજા તબકકામાં આજે 88 બેઠકો પર 1202 ઉમેદવારોના ભાવિ નક્કી કરતા મતદાનમાં ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં બપોર સુધીમાં 55 ટકાથી વધુ મતદાન થઇ ગયું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં મતદાનના ગતિ સૌથી ધીમી રહી છે. બીજી તરફ છત્તીસગઢમાં મતદાન સમયે ડ્યુટી પર રહેલા એક જવાને સર્વિસ રાઇફલથી પોતાના પર જ ગોળી છોડી આત્મહત્યા કરતા સનસનાટી મચી જવા પામી હતી. અને થોડી મીનીટો માટે મતદાન રોકી દેવામાં આવ્યું હતું.

જો કે તેને ચૂંટણી પ્રક્રિયા સાથે કાંઇ લાગતું વળગતું ન હતું. 18મી લોકસભાની રચના માટે 13 રાજ્યોમાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું હતું જેમાં લોકસભા અધ્યક્ષ ઓમ બીરલા ઉપરાંત ત્રીજી વખત મથુરા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર હેમા માલિની સાથે 6 કેન્દ્રીય મંત્રીઓ અને અનેક સેલીબ્રીટીઓના રાજકીય ભાવિ દાવ પર લાગી ગયા છે.

કર્ણાટકમાં મતદાન સમયે દક્ષિણના ફિલ્મ સ્ટારો દ્વારા સવારથી જ મતદાન માટે કતાર લગાવતા તેમનું જબરુ આકર્ષણ છવાઇ ગયું હતું. તો બીજી તરફ બેંગ્લુરુમાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ સામાન્ય મતદાનની સાથે લાઇનમાં ઉભા રહીને મતદાન કરતાં જોવા મળ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી સિધ્ધરમૈયા ઉપરાંત અનેક ટોચના નેતાઓએ મતદાન કર્યું હતું. આજે જે 88 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે તેમાં 2019ની ચૂંટણીમાં ભાજપ નેતૃત્વના એનડીએના 52 બેઠકો સાથે સરસાઇ મળી હતી.

જ્યારે તેના સહયોગી દળોને 8 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસના ખાતામાં 21 બેઠકો અને અન્યને 9 બેઠકો મળી હતી. પ્રથમ તબકકામાં થોડુ ઓછુ મતદાન થતાં ચૂંટણી પંચે હવે બીજા તબકકાથી લઇ તમામ તબકકામાં મતદાનની ટકાવારી વધારવા માટે અનેક પ્રયાસો કર્યા છે. પરંતુ બપોર સુધી હજુ હીટવેવની અસર જોવા મળી નથી.

છત્તીસગઢમાં પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલે આક્ષેપ કર્યો હતો કે તેમણે મતદાન કરવા જતાં રોકવા ભાજપના કાર્યકર્તાઓએ પ્રયાસ કર્યો હતો. જો કે તેમની સાથે રહેલા સુરક્ષા કર્મચારીઓએ વિરોધ કરી રહેલા લોકોને દૂર કર્યા હતા. અને થોડી ધકકા-મુક્કી પણ થઇ હતી. ત્રિપુરામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછા મત પડ્યા છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj