પટણા,તા.15
મેડીકલમાં પ્રવેશ માટે લેવાયેલી ‘નીટ’ની પરીક્ષાના પરિણામ વિવાદ વચ્ચે હવે પેપર લીક થયાના પણ મહત્વના સંકેત પોલીસ તપાસમાં ઉપસ્યા છે અને આવતા દિવસોમાં નવા ધડાકા થવાના એંધાણ છે.
‘નીટ’ના પેપરલીક પ્રકરણની તપાસ બિહારની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કરવામાં આવી રહી છે. વિભાગના એડીશ્નલ ડાયરેકટર જનરલ એન.એચ.ખાને જણાવ્યું હતું કે ‘નીટ’ની પરીક્ષા લેનાર નેશનલ ટેસ્ટીંગ એજન્સીને કેટલાક સવાલ કરવામાં આવ્યા હતા.
એજન્સીએ તેના જવાબ આપ્યા છે. પોલીસ હજુ કેટલાક વધુ સવાલ પૂછશે. પોલીસને તપાસ દરમ્યાન કેટલીક મહત્વની કડી હાથ લાગી છે જે ‘નીટ’નું પેપર લીક થયુ હોવાનું સૂચવે છે.
પેપર લીક કેસની તપાસ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ કરી રહી છે. એક ચોકકસ સંગઠીત ગેંગ પાસેથી વિદ્યાર્થીઓના એડમીટ કાર્ડ, પોસ્ટ ડેટેડ ચેક તથા કેટલાક સર્ટીફીકેટ પણ મળી આવ્યા હતા. કેટલા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર અને ઉતરવહીઓ મળી હતી અને કયાંથી મળી હતી અને તે પરીક્ષા કેન્દ્ર સુધી કેવી રીતે પહોંચી તે વિષેના પુરાવા એકત્રીત કરવામાં આવી રહ્યા છે.
પોસ્ટ ડેટેડ ચેક મળ્યા હોવાથી વિદ્યાર્થીઓએ ચોકકસ ગેંગને નાણા ચૂકવ્યા હોવાનું સૂચવાય છે. ‘નીટ’ની પરીક્ષા પુર્ણ થયા બાદ એક કેન્દ્ર પર પ્રશ્ર્નપત્ર સળગાવી દેવાયાના પુરાવા પણ મળ્યા જ છે. પરંતુ તે પેપર લીક થયાનું સાબીત કરવા માટે પુરતા નથી અને વધુ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ થઈ છે તેમાંથી ચાર નીટની પરીક્ષા લેનારા છે અને બાકીના વિદ્યાર્થીઓના વાલી અને ગેંગના સભ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy