તેલંગાણામાં સવારની સભામાં વિશાળ હાજરીથી મોદી પ્રભાવિત : ગુજરાતમાં પણ કદી સવારે 10 વાગ્યે આટલી મેદની હું ન કરી શકું

અદાણી-અંબાણી પાસેથી કેટલો ‘માલ’ લીધો : મોદીનો રાહુલને તીખો સવાલ

India, Politics, Lok Sabha Election 2024 | 08 May, 2024 | 01:04 PM
◙ હમણા કેમ આ ઉદ્યોગપતિઓને ગાળો દેવાનું બંધ કર્યુ : શું સોદો થયો છે : પ્રથમ વખત વડાપ્રધાને રાહુલ સામે અદાણી-અંબાણી મુદો ઉપાડયો
સાંજ સમાચાર

◙ ગત પાંચ વર્ષ કોંગ્રેસના રાજકુમાર રાત-દિવસ પાંચ ઉદ્યોગપતિ- અદાણી-અંબાણીની માળા જપતા હતા હવે કેમ ચૂપ : કેટલી ગુણીઓ ભરીને રૂપિયા મળ્યા છે: જબરો તોપમારો

◙ તેલંગાણામાં કોંગ્રેસ અને બીઆરએસ બંને ભ્રષ્ટાચારના ફેવીકોલ: સતા પર ન હોય ત્યારે એકબીજા પર આક્ષેપ કરે છે અને સતા મળે તો તપાસ કરાવતા નથી

નવી દિલ્હી તા.8
સંસદથી લઈને ચુંટણીના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સતત અદાણી મુદે પ્રહાર કરી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સામે પ્રથમ વખત વડાપ્રધાને આકરો હુમલો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના રાજકુમારે અદાણી અને અંબાણી પાસેથી કેટલો ‘માલ’ લીધો છે.

શ્રી મોદીએ કહ્યું કે, હું કોંગ્રેસના શાહજાદાને પડકાર કરું છું કે તેઓએ અદાણી અને અંબાણી પાસેથી કેટલો ભંડોળ મેળવ્યું છે તે જાહેર કરે અને હવે અચાનક જ કેમ તેને ગાળો દેવાનું બંધ કર્યુ છે તે પણ જાહેર કરે.

શ્રી મોદીએ આ રીતે પ્રથમ વખત દેશના બે ટોચના ઉદ્યોગપતિઓના નામ લઈને રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. તેલંગાણામાં એક ચુંટણીસભાને સંબોધન કરતા મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને સીધા અને આકરા પ્રશ્નો પૂછયા હતા અને કહ્યું કે, કોંગ્રેસના આ શાહજાદા બતાવે કે આખરે તેઓએ અંબાણી અને અદાણીથી કેટલુ દાન મેળવ્યું છે અને કોંગ્રેસ એ આ લોકો સાથે શું સોદો કર્યો છે.

Why has Shahzade Ji stopped talking of Ambani and Adani in this election all of sudden? People are smelling a secret deal… pic.twitter.com/y5A87E6dfi

— Narendra Modi (@narendramodi) May 8, 2024

તમોએ તેને હવે અચાનક જ ગાળો દેવાનું કેમ બંધ કર્યુ તે પણ જાહેર કરે. મોદીએ હાલમાં જ જે રીતે કાળા નાણાના કરોડો રૂપિયા ઝડપાઈ રહ્યા છે તે અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે કાળા નાણાના કેટલા ઠેલા ભર્યા છે, કોંગ્રેસ પક્ષને ચુંટણી માટે આ ઉદ્યોગપતિઓ પાસેથી કેટલી રકમ મળી છે તે પણ જાહેર કરે. આમ ચુંટણીમાં હવે ભાજપે જ અદાણી-અંબાણીને એન્ટ્રી આપી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં ભારતીય રાષ્ટ્રીય સમીતી અને પુર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રશેખરરાવ પર પણ હુમલો કર્યો હતો અને કહ્યું કે ભ્રષ્ટાચાર એક ફેવિકોલ છે જેમાં કોંગ્રેસ અને બીઆરએસ એ કોમન કેરેકટર છે અને આ બંને એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવે છે પરંતુ બંને કરપ્શનની સીન્ડીકેટના એક ભાગ જ છે.

બીઆરએસ વાળા કોંગ્રેસ પર કેસ ફોર વોટનો આરોપ લગાવે છે પણ જયારે તેઓ સતામાં હતા તો કદી તપાસ કરાવી હતી. કોંગ્રેસ જયારે વિપક્ષમાં હતા ત્યારે બીઆરએસ એ કાલેશ્વ્રમ ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ આજે કોંગ્રેસ સતામાં છે તો શા માટે તેની તપાસ કરાવતી નથી.

શ્રી મોદીએ કહ્યું કે ભાજપની રાષ્ટ્ર પ્રથમ નીતિ છે જયારે કોંગ્રેસ પરિવાર પ્રથમની નીતિ પર ચાલે છે. ત્યાં સુધી કે જયારે પુર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હરાવનું નિધન થયું તો તેમના પાર્થિવદેહને કોંગ્રેસના કાર્યાલયમાં લાવવા દેવામાં આવ્યો ન હતો અને અમારી સરકારે પી.વી.નરસિમ્હરાવને ભારત રત્નનો ખિતાબ આપ્યો.

શ્રી મોદીએ ગુજરાતનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે મે ઘણા વર્ષો સુધી ગુજરાતમાં કામ કર્યુ અને ત્યાં તમામ ચુંટણીઓ જીતી જતો હતો. પરંતુ ગુજરાતમાં પણ હું કદી સવારે 10 વાગ્યે મોટી સભા કરી શકતો ન હતો પરંતુ અહી આજે 10 વાગ્યે જે પ્રકારે રેલીમાં ઉપસ્થિત રહ્યા છો તે મારા માટે ગૌરવ છે.

રાહુલ ગાંધીએ સંસદથી લઇને સડકો પર અદાણી મુદ્દે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા: હવે જવાબ આપવો પડશે
ગૌત્તમ અદાણી અને મોદીના વિમાની પ્રવાસની તસ્વીર સંસદમાં રજૂ કરી હતી: મિત્ર ઉદ્યોગપતિઓને રૂા.16.50 લાખ કરોડ માફ કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો
નવી દિલ્હી, તા.8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ વખત અદાણી અને અંબાણીનું નામ લેવાનું પસંદ કર્યું તે પણ સૂચક છે. લાંબા સમયથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ ઉપરાંત વિપક્ષો અદાણી મુદે વડાપ્રધાન પર પ્રહાર કરી રહ્યા છે અને ખાસ કરીને લોકસભામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અદાણી સાથેની વિમાનમાં પ્રવાસ કરતાં હોય તેવી તસ્વીર દર્શાવીને જબરી ધમાલ મચાવી દીધી હતી. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓએ આ પ્રવાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.

વારંવાર રાહુલ ગાંધી એવો આક્ષેપ કરી રહ્યા છે કે મોદીએ તેમના મિત્ર ઉદ્યોગપતિઓના રૂા.16.50 લાખ કરોડ માફ કરી દીધા છે. જો કોંગ્રેસ સરકાર આવશે તો તેમાંથી વસૂલાશે. આમ અદાણી મુદે સતત આક્રમક રહેલા રાહુલ ગાંધીને પ્રથમ વખત હવે જવાબ આપવાનોે સમય આવી ગયો છે અને કેટલા નાણાં અદાણી અને અંબાણી પાસેથી મેળવ્યા તે અંગે મોદીએ પડકાર કરતાં હવે રાહુલ આ નામ લેવાનું ભૂલી જાય તેવા સંકેત છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj