મારે મારા હીરોની બરાબર કમાણી કરવા 15-20 ફિલ્મો કરવી પડતી: રવિના

India, Entertainment | 20 April, 2024 | 03:12 PM
બોલિવુડમાં હીરો-હીરોઈનને અપાતી ફીમાં અંતર મામલે એકટ્રેસનો મોટો ખુલાસો
સાંજ સમાચાર

મુંબઈ,તા.19
છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય એકટ્રેસ રવિના ટંડને ફિલ્મોના હીરો હીરોઈનોની ફીની અસમાનતા મુદ્દે પોતાના વિચારો વ્યકત કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, તેના સમયમાં એકટ્રેસીઝને એકટર્સની તુલનામાં ખુબજ ઓછી ફી મળતી હતી.

રવિનાએ ખુલાસો કર્યો હતો કે, તેણે પોતાના પુરૂષ કો-સ્ટારને બરાબર કમાણી કરવા માટે 15-20 ફિલ્મો કરવી પડતી હતી. એ દિવસોમાં પૈસા બહુ ઓછા મળતા હતા ખાસ કરીને હીરો અને હીરોઈનો વચ્ચે ફીમાં ઘણું અંતર હતું. હીરોને વધુ પૈસા મળતા હતા.

તેઓ એક ફિલ્મમાં એટલું કમાતા હતા એટલા હું 15 ફિલ્મો કરતી ત્યારે મળતા હતા. રવિનાએ એ પણ જણાવ્યું હતું કે સલમાન ખાન અને આમિર ખાન જેવા તેના કો-સ્ટાર પાસે આ કારણે જ વધુ ઓપ્શન હતા.

જોકે રવિનાએ સ્વીકાર કર્યો હતો કે આજકાલ આ મામલે સુધારો થયો છે. ત્યારે કુલ મળીને બધાને માટે આજની સ્થિતિમાં ઓછા પૈસા મળતા હતા. હવે ઘણા બધા કોર્પોરેટ આવી રહ્યા છે. આ કામ કરવાની એક વધુ પ્રોફેશનલ રીત બની ગઈ છે. જે ખૂબ જ સારી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj