વોશિંગ્ટન (અમેરિકા) તા.24
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવામાં હવે સાત મહિના બાકી રહ્યા છે ત્યારે નેતાઓમાં જુબાની જંગ છેડાયો છે. હાલમાં જ પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અપાયેલા એક નિવેદન પર રાષ્ટ્રપતિ જો બાઈડન ભડકયા છે તેમણે કહ્યું હતું કે જો અમેરિકા વૈશ્વિક મંચથી હટી જશે તો દુનિયાનું નેતૃત્વ કોણ કરશે.
ફલોરિડાના ધંધામાં એક પ્રચાર કાર્યક્રમમાં બાઈડને લોકોને પૂછયું હતું કે જો અમેરિકા વિશ્ર્વ મંચમાંથી હટી જાય તો દુનિયાનું નેતૃત્વ કોણ કરશે? બાઈડને જણાવ્યું હતું કે દરેક આંતરરાષ્ટ્રીય બેઠકમાં હું અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે ભાગ લઉં છું. પછી તે જી-7 હોય કે જી-20. બધી આંતરરાષ્ટ્રીય બેઠકોમાં લગભગ દરેક મારી પાસે આવીને મને કહે છે કે આપે જ જીતવાનું છે. મને મારા કારણે કોઈ નથી કહેતું. જીતવા માટે બલ્કે વિકલ્પના કારણે તેઓ કહે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy