કેનેડામાં લુંટારુંઓને પકડવા પોલીસે રોંગ સાઈડમાં કાર ચલાવતા અકસ્માતમાં 4 ભારતીયોના મોત

India, World | 04 May, 2024 | 11:54 AM
કેનેડા ફરવા ગયેલા ભારતીય દંપતિ-બાળક ભોગ બન્યા
સાંજ સમાચાર

ટોરન્ટો(કેનેડા),તા.4
અત્રે દુકાનમાં હિટ ચલાવીને નાશેલા લુટારુંનો પીછો કરતી વખતે પોલીસે રોંગ સાઈડમાં કાર ચલાવતા અકસ્માત સર્જાતા તેમાં ચાર ભારતીયોના મોત થયા હતા. મૃતકમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. કેનેડામાં એક દુકાન લૂંટીને ભાગી રહેલા લૂંટારુનો પોલીસે પીછો કર્યો હતો. પરંતુ આરોપી ફિલ્મી સ્ટાઈલમાં પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો.

દરમિયાન પોલીસે ચોરને પકડવા માટે રોંગ સાઇડ કાર ચલાવી હતી. કેનેડા પોલીસ ચોરને પકડવામાં સફળ રહી ન હતી. પોલીસની કાર ખોટી દિશામાં હોવાથી અનેક વાહનો સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં લૂંટારુ, કેનેડા ફરવા ગયેલું ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત 5 લોકોનાં મોત થયા હતા.

ઑન્ટારિયો પોલીસની કારે દારૂની દુકાનમાં લૂંટ કરીને ભાગી રહેલા ચોરનો પકડવા ખોટો વળાંક લીધો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. ટોરોન્ટોથી લગભગ 50 કિલોમીટર પૂર્વમાં વ્હાઇટબીમાં હાઇવે નંબર 401 પર અકસ્માતમાં આ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા.

ઑન્ટારિયો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટે (SIU) જણાવ્યું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં એક 60 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે જેઓ ભારતથી આવ્યાં હતા. હજુ બધા મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

અકસ્માતમાં 3 મહિનાના બાળકનું પણ મોત થયું છે, બાળકના 33 વર્ષીય પિતા અને 27 વર્ષીય માતા પણ આ અકસ્માતનો ભોગ બન્યાં છે. તેઓને ઈજાઓ પહોચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. માતાની હાલત નાજુક છે. લૂંટને અંજામ આપનાર 21 વર્ષીય શખ્સનું અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતમાં છ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj