દુષ્કર્મના ખોટા કેસો મામલે અદાલતનો દાખલારૂપ ચુકાદો

દુષ્કર્મના ખોટા કેસમાં કોર્ટે યુવતીને યુવક જેટલી સજા ફટકારી, 5.9 લાખનો દંડ પણ કર્યો

India | 08 May, 2024 | 11:57 AM
ફરિયાદી યુવતીએ પોતાનું નિવેદન ફેરવી તોળતા અદાલતે યુવકને નિર્દોષ જાહેર કરી છોડી મૂકયો
સાંજ સમાચાર

બરેલી તા.8
ખોટા કેસો કરી પુરૂષને ફસાવનાર મહિલાના કેસમાં કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે યુવકને નિર્દોષ છોડી, તેણે જેટલા વર્ષ ખોટા કેસમાં જેલમાં ગાળવા પડેલા તેટલા જ વર્ષ ખોટી ફરીયાદ કરનાર યુવતીને જેલમાં ગાળવાની અને રૂા.5.9 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.

કેસની સુનાવણી દરમિયાન મહિલાના નિવેદનોમાં વિરોધાભાસને પગલે સમગ્ર હકીકતનો ખુલાસો થયો હતો. જેને પગલે કોર્ટે યુવકને નિર્દોષ જાહેર કરી મહિલાને સજા ફટકારી હતી.

અદાલતે જણાવ્યું હતું કે, પુરૂષો પાસેથી નાણા એંઠવા માટે ખોટા કેસો કરતી મહિલાઓ માટે આ ચુકાદો ઉદાહરણરૂપ બની રહેશે. કેસની વિગતો અનુસાર, સપ્ટેમ્બર, 2019માં એક કિશોરીની માતાએ અજય ઉર્ફે રાઘવ નામના એક વ્યકિત વિરૂધ્ધ પોતાની 15 વર્ષની દિકરીના અપહરણ અને બળાત્કારનો કેસ કર્યો હતો.

અજયની ઉંમર તે વખતે 21 વર્ષની હતી અને તે પીડિતની બહેનની સાથે એક કંપનીમાં નોકરી કરતો હતો. જેને કારણે પીડિત કિશોરી સાથે પણ તેને પરિચય હતો. પોતાની ફરિયાદમાં કિશોરીએ એવો દાવો કર્યો હતો કે રાઘવે તેને પ્રસાદમાં નશીલી દવા ખવડાવી હતી અને તેને પોતાની સાથે દિલ્હી લઈ ગયો હતો.

જયાં એક રૂમમાં બંધ કરી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેની ફરિયાદને પગલે રાઘવને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જોકે કેસની સુનાવણી દરમ્યાન ફરિયાદ કરનાર કિશોરીએ પોતાનું નિવેદન ફેરવી તોળતા જણાવ્યું હતું કે, રાઘવે તેનું અપહરણ કે તેની પર બળાત્કાર ગુજાર્યો નહોતો.

કિશોરીએ આપેલા નિવેદનને પગલે કોર્ટે ખોટા નિવેદનો આપવા બદલ તેની ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં પરંતુ એક ઐતિહાસિક ચુકાદો આપતા તેને યુવકે જેટલા વર્ષ જેલમાં ગાળ્યા હતા તેટલી જ એટલે કે 4.5 વર્ષની જેલની સજાનો આદેશ કર્યો હતો. જયારે યુવકને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

 પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આ સમય દરમિયાન તે રૂા.5.8 લાખની કમાણી કરી શકયો હોત. અદાલતે આટલી રકમનો દંડ પણ યુવતીને કર્યો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj