ઓનલાઇન અને ઓફલાઇન બંનેમાં ડેબીટ કાર્ડનો ઉપયોગ ઘટયો : ક્રેડીટ કાર્ડના ઉપયોગમાં મોટો વધારો

માર્ચ માસમાં ક્રેડીટ કાર્ડ મારફત રૂા. 1 લાખ કરોડથી વધુ ખર્ચાયા : નવો રેકોર્ડ

India | 25 April, 2024 | 09:33 AM
દેશમાં ક્રેડીટ કાર્ડ કલ્ચર વધ્યું : ઓનલાઇન ટ્રાન્ઝેકશન રૂા.104381 કરોડ થયું : માર્ચ માસમાં કુલ ઓનલાઇન અને ઓફલાઇન ક્રેડીટ કાર્ડ મારફત ખર્ચ રૂા.164586 કરોડ : ડેબીટ કાર્ડના વ્યવહારોમાં 30 ટકા જેવો ઘટાડો
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 25

દેશમાં સતત વધી રહેલા ક્રેડીટ કલ્ચરમાં હવે દર મહિને નવા નવા રેકોર્ડ સર્જાઇ રહ્યા છે અને માર્ચ મહિનામાં ઓનલાઇન ક્રેડીટ કાર્ડ મારફત રૂપિયા 1,04,081 કરોડનું પેેમેન્ટ ક્રેડીટ કાર્ડ મારફત થતા પ્રથમ વખત કોઇ પણ એક માસમાં ઓનલાઇન ક્રેડીટ કાર્ડ મારફત ખર્ચ રૂા. એક લાખ કરોડની વટાવી ગયો છે.

2023ના માર્ચમાં આ રકમ રૂા. 86390 કરોડ હતી અને આ વર્ષે ફેબ્રુઆરીમાં રૂા. 94774 કરોડ નોંધાયો હતો. પોઇન્ટ ઓફ સેલ મારફત ઓફલાઇન માર્ચ માસમાં રૂા. 60378 કરોડના પેમેન્ટ ક્રેડીટ કાર્ડ મારફત થયા જે એક વર્ષની સરખામણીમાં 19 ટકા વધુ હતા. આમ  ઓનલાઇન અને ઓફલાઇન બંનેની ગણતરી કરો તો ક્રેડીટ કાર્ડ મારફત કુલ ખર્ચ રૂા.164586 કરોડ નોંધાયો છે.

જે  ગત વર્ષે આ સમયગાળામાં એટલે કે માર્ચ માસમાં રૂા.137310 કરોડ દેશમાં ક્રેડીટ કાર્ડધારકોની સંખ્યા પણ વધી રહી છે અને ફેબ્રુઆરી માસમાં 10 કરોડ ક્રેડીટ કાર્ડ ઇસ્યુ થયા હતા જે માર્ચ માસમાં 10.2 કરોડ નોંધાયા છે. જેમાં એચડીએફસી બેંક મોખરે રહી છે. જેનો ફાળો 20.2 ટકા બાદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા 18.5 ટકા, આઇસીઆઇસીઆઇ બેંક 16.6 ટકા, એકસીસ બેંક 14 ટકા અને કોટક મહિન્દ્રા બેંક 5.8 ટકા ક્રેડીટ કાર્ડ યુઝર્સ ધરાવે છે અને દેશમાં કાર્ડ ઇસ્યુ કરનારા ટોચની 10 બેંકો પાસે 90 ટકા બિઝનેસ છે.

ક્રેડીટ કાર્ડનો ઉપયોગ વધતા તેનું વોલ્યુમ પણ વધ્યુ છે અને તે વાર્ષિક ધોરણે 18 ટકા જેટલું નોંધાયુ છે. ઓનલાઇન પેમેન્ટ 33 ટકા વધીને 16.4 કરોડ નોંધાયું છે. બેંકર્સના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને યુપીઆઇ નેટવર્ક સાથે ક્રેડીટ કાર્ડ જોડાતા હવે તેનો ઉપયોગ સરળ થવા લાગ્યો છે. ડેબીટ કાર્ડ ટ્રાન્ઝેકશન યુપીઆઇ મારફત 30 ટકા ઘટયા છે અને માર્ચ માસમાં તે 11.6 કરોડ નોંધાયા હતા.

જયારે ઓનલાઇન ટ્રાન્ઝેકશન 41 ટકાનો વધારો થયો છે અને 4.3 કરોડ વ્યવહારો નોંધાયા હતા. ડેબીટ કાર્ડના ટ્રાન્ઝેકશનમાં 17 ટકા ઘટાડા સાથે રૂા. 29309 કરોડ ઓનલાઇન અને ઓફલાઇનમાં 16 ટકાના ઘટાડા સાથે 15213 કરોડ નોંધાયા છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj