રાધૌગઢ (મધ્યપ્રદેશ) તા.6
મુખ્યમંત્રી ડો. મોહન યાદવ આજે રાધૌગઢમાં રોડ શો કરી રહ્યા હતા. દરમિયાન કાર્યકર્તાએ ભેટ આપેલી ગદા તેમણે ઘુમાવતા આ ગદા બાજુમાં ઉભેલા અને તાજેતરમાં ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્યને વાગી ગઈ હતી.
આ અંગેની વિગત મુજબ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ રાધૌગઢમાં રોડ શો કરી રહ્યા હતા. દરમિયાન એક કાર્યકર્તાએ તેને ગદા ભેટ આપી હતી. સીએમ ગદા ઘુમાવી રહ્યા હતા ત્યારે ગદાનો ઉપરનો ભાગ બાજુમાં ઉભેલા ધારાસભ્ય રામનિવાસ રાવતના માથામાં વાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે રામનિવાસ રાવત પાંચ દિવસ પહેલા જ ભાજપમાં સામેલ થયા હતા. તે શ્યોરપુર જિલ્લાની વિજયપુર સીટ પર 6 વખત ધારાસભ્ય રહ્યા છે. ગદા ધારાસભ્યને વાગ્યા બાદ મુખ્યમંત્રી યાદવે ગદા નીચે મુકી દીધી હતી અને તેમનું માથુ પંપાળવા લાગ્યા હતા. જો કે ધારાસભ્યને મોટી ઈજા નહોતી થઈ. ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy