વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ના અવસરે શુક્રવારે જાહેર રિપોર્ટમાં અનેક દેશોમાં મીડિયાની આઝાદીનો ઈન્ડેકસ જાહેર કરવામાં આવ્યો છે. ગત વર્ષની તુલનામાં ભારતની રેન્કીંગ સુધરી છે. 180 દેશોના લિસ્ટમાં ભારત 159માં નંબર પર રહ્યું. ગત વર્ષ ભારતની રેન્કીંગ 161 હતી. સૌથી નીચે ઈરીટ્રિયા (180) છે.
ટોપ-10માં છવાયું યુરોપ
* નોર્વે
* ડેન્માર્ક
* સ્વીડન
* નેધરલેન્ડસ
* ફિનલેન્ડ
* એસ્ટોનિયા
* પોર્ટુગલ
* આયર્લેન્ડ
* સ્વિટઝર્લેન્ડ
* જર્મની
પાકિસ્તાન બે સ્થાન ખસ્યું
પાકિસ્તાનનું રેન્કીંગ બે સ્થાન ખસ્યું છે. આ વર્ષે તે 152માં નંબર પર છે, જયારે ગાઝા યુદ્ધમાં અનેક પત્રકારોના મોત થયા છે. 5 એપ્રિલ સુધી 100થી વધુ પત્રકારોની ગાઝામાં જીવ જવાની વાત બહાર આવી છે.
સૌથી ઉપર રહ્યું નોર્વે
મીડિયાની આઝાદીના મામલામાં નોર્વે આ વર્ષે પણ સૌથી ઉપર રહ્યું છે. જો કે ત્યાં પણ રાજનીતિક દબાણ વધ્યું છે. ગત વર્ષે તેના આંકડા 95.18 હતા જયારે આ વર્ષે 91.89 વર્ષ રહ્યા છે.
અમેરિકાનું રેન્કીંગ આ વર્ષે ઘટ્યું
* ચૂંટણી વર્ષમાં અમેરિકાની રેન્કીંગમાં 10 સ્થાનોમાં ઘટાડો થયો છે. હવે તે 55માં નંબરે છે. બ્રિટન ત્રણ પગથિયા ચડીને 23મા નંબર પર આવ્યું જયારે જર્મની 11માં સ્થાનના સુધારા સાથે 10માં નંબરે પહોંચી ગયું છે.
* યુદ્ધમાં ફસાયેલા રશિયાનું રેન્કીંગ ગત સાલની તુલનામાં બે સ્થાન ઉપર 162 ખાતે પહોંચ્યું તો યુક્રેન 79માંથી 61માં ક્રમે આવી ગયું.
* ભૂતાનના રેન્કીંગમાં સૌથી વધુ ઘટાડો થયો. તે 57માં ક્રમથી નીચે પડીને 147માં ક્રમે પહોંચ્યું છે. સૌથી મોટો સુધારો મોરિતિયાના રેન્કીંગમાં થયો હતો. તે 53માં સ્થાનથી ઉછળીને 33માં નંબર પર આવી ગયું છે.
* રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સનું વિશ્લેષણ કહે છે કે આ વર્ષે પણ પુરી દુનિયામાં અભિવ્યક્તિની આઝાદીને લઈને ખતરો વધ્યો છે. પૂર્વી યુરોપ અને મધ્ય એશિયા ક્ષેત્રમાં મીડિયા પર પ્રતિબંધો સૌથી વધુ વધ્યા છે. જયોર્જિયા 10માં સ્થાનથી નીચે ખસીને 167માં ક્રમે આવી ગયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy