કાનપુર તા.25
સ્નાઈપર જેવા હથિયારની સ્ટીલની ગોળીઓને રોકી દેતી સૌથી હળવી સ્વદેશી બુલેટપ્રુફ જેકેટ કાનપુરમાં બનાવવામાં આવી છે. જેને 6 ગોળીઓ પણ ભેદી શકતી નથી. દાવો છે કે આ શ્રેણીની આ સૌથી હળવી બુલેટપ્રુફ જેકેટ છે.
આ જેકેટને ડીઆરડીઓની કાનપુર સ્થિત રક્ષા સામગ્રી અને ભંડાર અનુસંધાન તેમજ વિકાસ સંસ્થાન (ડીએમએસઆરડીઈ)એ તૈયાર કરી છે. તેનુ વજન 9.8 કિલો છે, જે ભારતીય સ્ટાન્ડર્ડ બ્યુરોના સ્ટાન્ડર્ડ વજનથી પણ ઓછી છે.
સામાન્ય રીતે થ્રેટ લેવલ 6ના મોટાભાગના થ્રેટ લેવલ સિકસના મોટાભાગના બુલેટપ્રુફ જેકેટ 12 થી 13 કિલોગ્રામના હોય છે, જે પહેરવામાં સશસ્ત્ર દળના જવાનોને પહેરવામાં ભારે લાગે છે. આથી ઓપરેશનમાં પણ મુશ્કેલી પડતી હોય છે. ડીએમએસઆરડીઈએ આ હળવા સ્વદેશી બુલેટપ્રુફ જેકેટ ‘કવચ’ને બુધવારે લોન્ચ કર્યું હતુ.
આ જેકેટને લઈને એવો દાવો પણ કરાય છે કે એક પછી એક એમ 6 ગોળીઓ પણ આ જેકેટને ભેદી નથી શકતી. તે બુલેટને 50-60 મી.મી.ના ઇન્ટરશોટ અંતર પર રોકી લે છે. તેના સંપર્કમાં આવવાથી ગોળીના ટુકડા થઇ જાય છે. મોનોલિથિક સિરેમિક અને પોલિમર બેકીંગ પદાર્થથી બનેલું હોવાથી આ જેકેટ ઘણું હળવું છે. ઓફિસરોનું કહેવું છે કે આ અત્યાર સુધીમાં મોનોલિથિક પ્લેટથી બનેલું સૌથી હળવું જેકેટ છે, જે એકે-47, એકે-56થી વધારે ખતરનાક સ્નાઇ પરની 7.62 ગણી 54 આરએપીઆઇ રાઉન્ડની સ્ટીલ બુલેટને પણ અનેક ટૂકડામાં તોડીને સુરક્ષા આપશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy