ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત બીજા સ્થાને સરક્યું : ઓસ્ટ્રેલિયા નંબર-1 ટીમ બની; વનડે અને ટી-20માં ભારત હજુ પણ ટોપ પર છે

India, World, Sports | 04 May, 2024 | 09:28 AM
સાંજ સમાચાર

ટેસ્ટ ક્રિકેટની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર-1 નથી રહી. શુક્રવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા નંબર-1 ટેસ્ટ ટીમ બની ગઈ છે. તેણે ભારતને 4 પોઈન્ટથી હરાવ્યું. જો કે, ટીમ ઈન્ડિયા હજુ પણ ODI અને T-20માં ટોપ પર છે.

ટેસ્ટ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાના 124 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે ભારતના 120 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ ત્રીજા અને દક્ષિણ આફ્રિકા ચોથા ક્રમે છે.

આ ફેરફાર ICC રેન્કિંગમાં વાર્ષિક અપડેટને કારણે આવ્યો છે. આ અપડેટમાં 2020-21માં ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા સામે ભારતની 2-1થી સીરિઝ જીતનો સમાવેશ થતો નથી.

ભારતે ODI રેન્કિંગમાં 6 પોઈન્ટની લીડ લીધી
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત ભલે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હોય, પરંતુ તેણે ODI ટીમ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા પર તેની લીડ વધારીને 6 કરી દીધી છે. ભારતીય ટીમ 122 પોઈન્ટ સાથે ટોપ પર છે. ટોપ 10માં કોઈ ફેરફાર થયો નથી

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj