લોકસભા ચૂંટણી જીતને વૈશ્વિક લોકશાહીનો વિજય ગણાવ્યો

ભારત ‘દક્ષિણ વિશ્વ’નો અવાજ બનશે; ચિંતા-પ્રાથમિકતા દુનિયા સમક્ષ મુકશે: મોદી

India, World | 15 June, 2024 | 11:51 AM
ઈટાલી પ્રવાસ પૂર્ણ કરતા વડાપ્રધાન મોદી: જી-7 દેશોમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ, ઉર્જા જેવા મુદ્દાઓ પેશ કર્યા, સમગ્ર વિશ્વના લાભમાં સમસ્યાઓનો ઉકેલ લાવવાનો ધ્યેય
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.15
જી-7 દેશોની બેઠકમાં ભાગ લેવા ગયેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણના દેશોની ચિંતા અને પ્રાથમીકતાઓને વિશ્વસ્તરે મુકવાનું આહવાન કરીને ભારતીય ચૂંટણીમાં જીતને સમગ્ર લોકતાંત્રીક વિશ્વની જીત ગણાવી હતી.

જી-7 દેશોની બેઠકમાં વડાપ્રધાન મોદી અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની સહિતના રાષ્ટ્રોના નેતાઓ-વડાઓને મળ્યા હતા. ભારતીય ચૂંટણીને વિશ્વની લોકશાહીનો સૌથી મોટા ઉત્સવ સ્વરૂપે ગણાવીને તેઓએ કહ્યું કે એનડીએનો વિજય સમગ્ર દુનિયાની લોકશાહીની જીત છે. જી-7 દેશો લોકશાહી રાષ્ટ્રોનું ગૌરવ લ્યે છે તેવા સમયે વડાપ્રધાનના વિધાનોને મહત્વપૂર્ણ ગણીને વધાવવામાં આવ્યા હતા.

વિશ્વની મહાસતા એવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કાયમ એવો સંકેત આપે છે કે વિશ્વમાં લોકશાહી અને સરમુખત્યારશાહીનો પુત્ર છે. ભારત મહત્વની લોકશાહી છે જયારે રશિયા-ચીન સરમુખત્યારશાહી છે.

વડાપ્રધાન મોદીએ સમીટના સંબોધનમાં આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ઉર્જા, આફ્રિકા જેવા મુદાઓને આવરી લીધા હતા. ભારત ‘ગ્લોબલ સાઉથ’નો અવાજ બનશે અને દક્ષિણના દેશોની સમસ્યાએ તથા પ્રાથમીકતાઓને દુનિયા સમક્ષ રજુ કરશે. વિશ્વસ્તરે સમસ્યાઓ, ટેન્શન અને અનિશ્ર્ચિતતાઓ છે ત્યારે ભારત દક્ષિણના રાષ્ટ્રોની ચિંતા અને અનિશ્ચિતતાઓને દુનિયા સમક્ષ રજુ કરવાની જવાબદારી નિભાવશે.

ભારતમાં ગત વર્ષે યોજાયેલી જી20 સમીટનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને તેમાં આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ આપ્યાની વાત રજુ કરી હતી. આ વખતે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય નીતિ ઘડવા પર ભાર મુકયો છે.

જી-7 સમીટ દરમ્યાન તેઓ જુદા-જુદા રાષ્ટ્રોના વડાઓને મળ્યા હતા. ઈટાલી પ્રવાસની સમાપ્તિ સાથે તેઓએ કહ્યું કે સમગ્ર વિશ્વને લાભ થાય તેવા ઉપાયો શોધવાનો ધ્યેય છે.

મોદીની પોપ ફ્રાંસિસ સાથે મુલાકાત : ખબર અંતર પુછયા પછી ભેટી પડયા

રોમન, તા. 15
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાંસિસે શુક્રવારે દક્ષિણી ઈટાલીના અપુલિયામાં જી-7 શિખર સંમેલનના આઉટરિચ સત્રમાં ઉમળકાભેર મુલાકાત કરી હતી. મોદી 87 વર્ષના પોપ સાથે હળવા અંદાજમાં વાતચીત કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોપ ફ્રાંસિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું અને કહ્યું કે, તેઓ લોકોની સેવા કરવા અને પૃથ્વીને યોગ્ય બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરે છે. પોપે એઆઈ, ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સાગર વિષય પર આઉટરિચ સત્રમાં પોતાના સંબોધનમાં કહ્યું, એઆઈનો યોગ્ય ઉપયોગ કરવો આપણામાંથી પ્રત્યેક પર નિર્ભર કરે છે.

વડાપ્રધાને ઓક્ટોબર 2021માં વેટિકનના અપોસ્ટોલિક પેલેસમાં એક મુલાકાત દરમિયાન પોપ ફ્રાંસિસ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ કોવિડ-19 મહામારી અને દુનિયાભરના લોકો પર તેના પ્રભાવને લઈને ચર્ચા કરી હતી. તેમણે જળવાયુ પરિવર્તનથી ઊભા થયેલા પડકારો પણ ચર્ચા કરી હતી.

વડાપ્રધાન કાર્યાલય મુજબ, ભારત અને હોલી સી (કેથેલિક ચર્ચની વેટિકન સ્થિત સરકાર) વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે અને તે 1948માં રાજનાયિક સંબંધોની સ્થાપનાના સમયથી જ છે. એશિયામાં બીજી સૌથી મોટો કેથેલિક વસતિવાળા દેશ હોવાને કારણે ભારતને આગામી વર્ષે પોપ ભારતની મુલાકાત કરશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj