નવી દિલ્હી, તા.20
નાણાંકીય વ્યવહારોમાં વધતા જતાં ડીજીટલ ફ્રોડ અને ખાસ કરીને સિનિયર સીટીઝનો જે રીતે આ ફ્રોડનો ભોગ બને છે તેમાં હવે સુરક્ષાના વધુ એક ઉપાય તરીકે બેંકો દ્વારા પ્રથમ તબકકે સિનિયર સીટીઝન માટે આઇરીસ સ્કેનીંગની પદ્ધતિ અમલમાં મુકવા વિચારણા થઇ રહી છે.
કોમર્શીયલ બેંકો કોઇપણ ટ્રાન્જેક્શનની યોગ્યતા તપાસવા આ પ્રકારે સ્કેનીંગ વ્યવસ્થા અંગે હાલ ટેકનીકલ પાસાઓ તપાસી રહી છે અને ટુંક સમયમાં આરબીઆઇને તે અંગે દરખાસ્ત મુકશે. હાલ બેંકોમાં ઓથેન્ટીફીકેશન માટે હાથના અંગુઠા એટલે કે થમ્બ ઇમ્પ્રેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જે આધાર આધારિત પદ્ધતિ છે. બેંકો હવે તેમાં અનેક પ્રકારે ફેરફાર લાવવા માંગે છે.
ખાસ કરીને કેવાયસી પદ્ધતિમાં થમ્બ ઇમ્પ્રેશનની સાથે આંખોની કીકીનું સ્કેનીંગ કરીને ખાતેદારની ઓળખ નિશ્ર્ચિત કરશે બેંકોમાં જે રીતે કેવાયસી સાથે ચેડા થઇ રહ્યા છે તે પછી આ પદ્ધતિને વધુ અસરકારક બનાવવા માટે પણ તૈયારી છે. જો કે આ પદ્ધતિના પણ નકારાત્મક પહેલું છે અને બેંકો તેના પર વિચારણા કરી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy