ઈરાન બાદ ઈરાક પર ઈઝરાયલનો હુમલો: સૈન્ય મથકને નિશાન બનાવાયુ

India, World | 20 April, 2024 | 11:16 AM
હથિયારો-ઉપકરણો તથા વાહનો નષ્ટ: એકનું મોત- સંખ્યાબંધ ઘાયલ: હુમલામાં સામેલ થયાનો અમેરિકાનો ઈન્કાર
સાંજ સમાચાર

બગદાદ,તા.20
ઈઝરાયેલે ઈરાન બાદ હવે ઈરાક પર હુમલો કર્યો છે. ઈરાકના પોપ્યુલર મોબાલાઈઝેશન ફોર્સના સૈન્ય અડ્ડાને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એકનું મોત થયુ હતું અને અન્ય છ ઘાયલ થયા હતા. ડ્રોનના કાફલા મારફત આ હુમલો કરાયાનો દાવો કરવામાં આવ્યો છે.

મીડીયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાકમાં બે જુદા-જુદા હુમલા કરવામાં આવ્યા હતા. સૈન્ય મથક પરના હુમલામાં વ્યાપક નુકશાન થયુ હતું. બોંબ વિસ્ફોટમાં વ્યુહાત્મક સૈન્ય સુવિધાઓને નુકશાન થયુ હતું. બગદાદથી 50 કીમી દુર કલસો સૈન્ય મથકને નિશાન બનાવાયુ હતું. અન્ય એક રિપોર્ટમાં 3 એફ-35 જેટ મારફત હુમલો કરાયાનો દાવો કરવામાં આવ્યો છે.

બીજી તરફ અમેરિકી નેતૃત્વ હેઠળના ગઠબંધન દ્વારા એવુ નિવેદન જારી કરાયુ છે કે આ હુમલામાં સભ્ય દેશો સામેલ થયા નથી. ગઠબંધન દેશોના સંયુક્ત દળો દ્વારા કોઈ હુમલો કરાયો નથી છતાં હુમલાના રિપોર્ટ વિશે તપાસ કરવામાં આવી રહી છે.

એક રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાક પરના હુમલા વખત અમેરિકા-ઈઝરાયેલના ડઝનેક યુદ્ધ વિમાનોના ઉડ્ડયન હતા. અમેરિકા તથા ઈઝરાયેલે બોંબમારો કર્યો હોવાનો ઈન્કાર કર્યો હતો.

ગત જાન્યુઆરીમાં ઈરાક પરના હવાઈ હુમલાને અમેરિકાએ જ નિષ્ફળ બનાવ્યો હતો. ઈરાકમાં અમેરિકાના 2500 સૈન્ય જવાનો મૌજૂદ છે. આતંકી સંગઠન ઈસ્લામીક સ્ટેટને માથુ ઉંચકતુ રોકવાના ઉદેશ સાથે આ મિશન જારી રાખવામાં આવ્યુ છે.

ઈરાકી સૈન્ય મથક પરના આ હુમલામાં હથિયારો, વાહનો સહિતના ઉપકરણો નષ્ટ થયા હોવાનું બહાર આવ્યુ છે. ઉપકરણોવાળા ગોદામ-વેરહાઉસ પર જ બોંબ ઝીંકાયો હતો જયાં લાગેલી ભીષણ આગ હજુ લબકારા લઈ રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj