રાફા (ફિલીસ્તીન) તા.6
ગત વર્ષથી શરૂ થયેલ ઈઝરાયેલ હમાસ વચ્ચેનું યુધ્ધ બંધ થવાનું નામ લેતું નથી. હવે ઈઝરાયેલની રાફા પર નજર મંડાઈ છે. અહીં તે કોઈપણ સમયે હુમલો કરી શકે છે.
ઈઝરાયેલની સેનાએ પિલીસ્તીની નાગરિકોને પૂર્વી રાફા ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અહીં 10 લાખથી વધુ યુધ્ધ વિસ્થાપિત ફિલીસ્તીનીઓએ શરણ લીધી છે.
અરબી સંદેશા, ટેલીફોન કોલ, ફલાયર્સથી ઈઝરાયેલી સેનાએ ફિલીસ્તીનીઓને 20 કિલોમીટર દુર વિસ્તારિત માનવીય ક્ષેત્ર કહેવાતા સ્થળ પર જવાનો નિર્દેશ કર્યો છે.
ઈઝરાયેલી સેનાનું માનવું છે કે રાફામાં હમાસના હજારો લડાયકો અને સંભવિત રીતે ડઝનબંધ બંધકોને શરણમાં રાખ્યા છે. સેનાનું માનવું છે કે રાફાને હરાવ્યા વિના જીત સંભવ નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy